Site icon Revoi.in

કૃષિ: રાજકોટમાં ચણાનું ઉત્પાદન વધ્યું, ખેડૂતોને આર્થિક રીતે ફાયદો થવાની સંભાવના

Social Share

રાજકોટ: જિલ્લામાં ચણાના વાવેતર માં આ વર્ષે વધારો જોવા મળ્યો છે. જિલ્લામાં ચણાનું વાવેતર ગત વર્ષ કરતા પાત્રીસ હજાર હેક્ટર વધુ થયું છે. ગત વર્ષની સરખામણીની વાત કરવામાં આવે તો આ વર્ષે 15 ટકા જેટલું ચણાનું વાવેતર વધ્યું છે જો કે બીજી તરફ જિલ્લામાં ઘઉંનું રવિ પાકનું વાવેતર ઘટ્યું છે.

ચણામાં ઓછા પાણીનું વાવેતર હોવાથી ચણાનું વાવેતર રેકોર્ડ બ્રેક વધ્યું છે. સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી રહી હોવાથી વાવેતર વધ્યું છે.

ઉલ્લેખનીય છે ચણાના વાવેતર માટે ખેડૂતોના આ વખતે યોગ્ય વાતાવરણ મળી રહ્યું. સાથે સાથે સરકાર દ્વારા ટેકાના ભાવ આપવામાં આવતા ખેડૂતો દ્વારા આ વખતે ચણા ઉગાડવામાં આવ્યા હતા. ચણાના આ વખતે પણ ખેડૂતોને યોગ્ય ભાવ મળી શકે છે તેમ છે જેથી કરીને તેમને આર્થિક રીતે ફાયદો થાય તેવી સંભાવના છે.