દેશમાં એગ્રીકલ્ચર ક્રેડિટ લક્ષ્યાંક 16.5 લાખ કરોડ, MSP માટે રૂ. 75,100 કરોડની ફાળવણી
દિલ્હીઃ કેન્દ્રીય બજેટમાં ખેડૂતોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. એગ્રીકલ્ચર ક્રેકિડનો લક્ષ્યાંક રૂ. 16 લાખ કરોડ રાખવામાં આવ્યો છે. તેમજ ખેડૂતોને એમએસપી માટે રૂ. 75100 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો નિર્ધાર કેન્દ્ર સરકારે બજેટમાં વ્યક્ત કર્યો છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોને સમર્પિત છે અને ખેડૂતોની આવક બમણી કરવાનો સરકારનો લક્ષ્યાંક છે. એગ્રિકલ્ચર ક્રેડિટ લક્ષ્યાંક રૂ. 16 લાખ કરોડ સુધી કરવામાં આવ્યો છે. તેમજ ઓપરેશન ગ્રીન સ્ક્રીમનું એલાન કરવામાં આવ્યું છે. જેનો લાભ ખેડૂતોને થશે. ખેડૂતોને MSP માટે 75,100 કરોડ રૂપિયા ફાળવાયાં છે. યૂપીએ સરકારની સરખામણીમાં અંદાજે ત્રણ ગણી રકમ મોદી સરકારે ખેડૂતોના ખાતામાં પહોંચાડી છે. મોદી સરકાર તરફથી દરેક સેકટરમાં ખેડૂતોને મદદ કરવામાં આવી છે. દાળ, ઘઉ, ધાન સહિત અન્ય પાકમાં MSP વધારવામાં આવી છે.
ધાનની ખરીદી પર વર્ષ 2013-14માં રૂ. 63 હજારનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેને વધારીને રૂ. 1.45 લાખ કરવામાં આવ્યો છે. આ વર્ષે આ આંકડો 72 હજાર કરોડ સુધી પહોંચી શકે છે. જેથી ગયા વર્ષે 1.2 કરોડ ખેડૂતોને ફાયદો થયો હતો. આ વર્ષે 1.5 કરોડ ખેડૂતોને તેનો ફાયદો થયો છે. ઘઉં પર સરકારે વર્ષ 2013-14માં રૂ. 33 હજાર કરોડનો ખર્ચ કર્યો હતો. જે વર્ષ 2019માં 63 હજાર કરોડ સુધી પહોંચ્યો હતો. જે હવે વધીને 75 હજાર કરોડ થયો છે. જેથી વર્ષ 2020-21માં 43 લાખ ખેડૂતોને લાભ મળ્યો હતો.