Site icon Revoi.in

અમદાવાદમાં નવરાત્રી પહેલા ટ્રેડિશનલ કપડા માટે બજારોમાં ઉમટી ભીડ

Social Share

અમદાવાદ:ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર આવે અને તેની અસર બજારો પર જોવા ન મળે તેવું તો ભાગ્ય જ જોવા મળે,નવરાત્રી આવતીકાલે જ છે ત્યારે બજારોમાં ચણીયાચોલી- અને ટ્રેડિશનલ કપડાની ખરીદી માટે બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ખરીદી કરવા આવે લોકોને પુછવામાં આવતા લોકોએ જણાવ્યું કે ઘણા લાંબા સમય પછી સારી રીતે નવરાત્રી ઉજવવાનો સમય આવ્યો છે અને આ વખતે તો જોરદાર નવરાત્રી ઉજવવાની છે.

બજારમાં ઉમટી પડેલી ભીડમાં નવરાત્રીનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને જો વાત કરવામાં આવે નાના મોટા વેપારીઓની કે જેઓ વર્ષોથી નવરાત્રીના તથા ટ્રેડિશનલ કપડા શહેરની એક જ જગ્યા પર રહીને વેચી રહ્યા છે તેઓએ કહ્યું કે આ વખતે માતા અંબેને કૃપા વરસી રહી છે અને ધંધો પણ સારો એવો થઈ રહ્યો છે. કોરોનાના સમયમાં ધંધાને ભારે એવું નુક્સાન થયું હતુ પરંતુ આ વખતે કોરોનાના માહોલથી રાહત રહેતા લોકોમાં પણ ખુશીનો માહોલ છે અને વેપારીઓમાં પણ ખુશીનો માહોલ છે.

નવરાત્રીના પહેલા દિવસ પહેલા જ પાર્ટી પ્લોટ, ગ્રાઉન્ડ અને અનેક સ્થળોની સાફ સફાઈ પણ થવા લાગી છે અને લોકો આ વખતે મન ખોલીને નવરાત્રીની ઉજવણી કરે તેવી શક્યતાઓ છે.