અમદાવાદઃ શહેરમાં રખડતા પશુઓનો ઉપદ્રવો વધ્યો છે, બીજી તરફ રખડતા ઢોર અને શ્વાન બાઈડના કેસમાં વધારો થયો છે, એટલું જ નહીં રખડતા ઢોર અને શ્વાનની મોટી સખ્યામાં લોકો મનપાએ ફરિયાદ કરી રહ્યાં છે. દરમિયાન દોઢ મહિનામાં રખડતા શ્વાન અને ઢોરની મનપાને 1109 ફરિયાદો મનપાને મળી છે. બીજી તરફ કુલ 4888 શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું છે. ચાર વર્ષમાં ખસીકરણ પાછળ મનપાએ કરોડો રૂપિયાનો ખર્ચીને 1.19 લાખ શ્વાનની ખસી કરવામાં આવી છે. કરોડોના ખર્ચ કરવા છતા શહેરમાં શ્વાનનો ત્રાસ યથાવત છે.
સુત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં એપ્રિલથી અત્યાર સુધીના સમયગાળામાં રખડતા ઢોરની મનપાને 767 જેટલી ફરિયાદ મળી હતી. જ્યારે રખડતા શ્વાનની 1109 જેટલી ફરિયાદ મળી હતી. એપ્રિલ મહિનામાં 856 અને મે મહિનામાં અત્યાર સુધીમાં 253 શ્વાનની ફરિયાદ મળી છે. શહેરમાં રખડતા ઢોર અને શ્વાસનો ત્રાસ ઘટાડવા માટે મનપા દ્વારા કામગીરી કરવામાં આવી છે. ચાર વર્ષમાં 1.18 લાખ જેટલા શ્વાનની ખસી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં મનપા દ્વારા ખસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. એપ્રિલ મહિનામાં 3934 અને મે મહિનામાં 954 શ્વાનની ખસી કરવામાં આવી છે. વર્ષ 2019માં 36563 શ્વાનના ખસીકરણ માટે રુપિયા 3,24,37,100 તથા વર્ષ-2020માં 21502 શ્વાનના ખસીકરણ માટે રુપિયા 1,91,10,2600નો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વર્ષ-2021માં 30360 શ્વાનના ખસીકરણ માટે રુપિયા 2,77,32,730 તથા વર્ષ-2022માં 29165 શ્વાનના ખસીકરણ માટે રુપિયા 2,73,79,386 ખર્ચ કરવામા આવ્યો છે.
(Photo-File)