Site icon Revoi.in

અમદાવાદઃ 20 દિવસમાં કહેવાતા તબીબોના 12 દવાખાના સીલ કરાયાં

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ડિગ્રી વગર તબીબી પ્રેક્ટીસ કરતા કહેવાતા ડોકટરો સામે સરકારે અભિયાન શરૂ કર્યું છે. અમદાવાદ શહેરમાં પણ મનપા દ્વારા કહેવાતા તબીબો સામે આકરી કાર્યવાહી શરૂ કરી છે. દરમિયાન શહેરમાં છેલ્લા 20 દિવસમાં 12 જેટલા દવાખાના સીલ કરવામાં આવ્યાં છે. તેમજ કહેવાતા તબીબો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. મનપા અને પોલીસની કાર્યવાહીને પગલે કહેવાતા તબીબોમાં ભય ફેલાયો છે.

અમદાવાદમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ડૉક્ટરો પર તવાઈ બોલાવી છે. નારોલ પોલીસ સ્ટેશનમાં ડિગ્રી વગરના બોગસ ડૉક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઓઢવમાં બે દવાખાના સીલ કરવામાં આવ્યા હતા. જયારે છેલ્લા 20 દિવસમાં 12 દવાખાના સીલ કરાયા હતા. બીજી તરફ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા કિસ્સામાં એક પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

અગાઉ પણ  લાંભા અને નારોલ વિસ્તારમાંથી મુ્ન્નાભાઈ બનીને  ખોટી તબીબ પ્રેકટ્સિ કરતા નકલી ડોક્ટરના  દવાખાના સીલ કરવામાં આવ્યા હતા. શહેરમાં મોટી સંખ્યામાં કહેવાતા તબીબો પૂર્વ વિસ્તારમાં પેક્ટીશ કરતા હતા. આ તબીબો પાસેથી દવાઓ સહિતનો જથ્થો ઝડપાયો હતો. હોમિયોપેથીની ડિગ્રી ધરાવતા કેટલાક તબીબો એલોપેથી પ્રેકટીસ કરતા હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી છે. મનપા દ્વારા આ અભિયાનને આગામી દિવસોમાં વધારે તેજ બનાવવામાં આવશે.