Site icon Revoi.in

અમદાવાદમાં બોર્ડની પરીક્ષામાં કોપી કરતા 16 પરીક્ષાર્થીઓ CCTV કેમેરા મારફતે ઝડપાયાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં જ બોર્ડની ધો-10 અને 12ની પરીક્ષાઓ પૂર્ણ થઈ છે. હવે ગેરરીતીના બનાવવો શોધવા માટે વર્ગખંડમાં લગાવેલા સીસીટીવી કેમેરાનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન અત્યાર સુધીમાં 16 જેટલા કોપી કેસ સામે આવ્યાં છે. જેલમાં સજા ભોગવતા કેટલાક કેદીઓએ પણ બોર્ડની પરીક્ષા આપી હતી. દરમિયાન સીસીટીવી કેમેરામાં ચાર જેટલા કેદીઓ કોપી કરતા ઝડપાયાં હોવાનું જાણવા મળે છે. પરીક્ષામાં કોપી કરનાર પરીક્ષાર્થીઓ સામે આગમી દિવસેમાં બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર 16 માર્ચથી વર્ગખંડના CCTV તપાસવાની શરૂઆત કરાઈ હતી.જેમાં અમદાવાદ શહેર DEO હેઠળ આવતી શાળાઓમાં ગેરરીતિ કરતા 16 બનાવો CCTVમાં સામે આવ્યા છે. કુલ 21 પૈકી ધોરણ 10ના 10 વિદ્યાર્થીઓ, 12 સાયન્સના 6 અને સામાન્ય પ્રવાહના 5 વિદ્યાર્થીઓ ચોરી કરતા ઝડપાયા છે. અમદાવાદમાં DEO કક્ષાએથી સીસીટીવીની તપાસમાં જે વિદ્યાર્થીઓની હલનચલન શંકાસ્પદ દેખાય તેમને ફરીથી ચેક કરવામાં આવતા હતા.વિદ્યાર્થીઓ એકબીજામાંથી જોઈને લખતા હોય, કાપલી, મોબાઈલ લાવ્યા હોય તેમની ઓળખ કરવામાં આવી હતી. આ તમામની ઓળખ કરી DEO કચેરી સીડી મોકલવામાં આવી હતી. જેનું જિલ્લા શિક્ષણ અધિકારી કક્ષાએથી હિયરિંગ કર્યા બાદ કોપીકેસના 16 બનાવો સામે આવ્યા છે. મધ્યસ્થ જેલમાં બોર્ડની પરીક્ષા આપી રહેલા કેદીઓ પૈકી ચાર કેદીઓ પણ કોપી કરતા પકડાયાનું જાણવા મળે છે. આ કેદીઓ ધો-10ની પરીક્ષા આપી રહ્યાં હતા અને પરીક્ષા દરમિયાન અન્ય કેદીને પુરવણીની અદલા-બદલી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયાં હતા.