Site icon Revoi.in

અમદાવાદના સિન્ધુ ભવન રોડ પર મોડી રાત્રે કરફ્યુ ભંગના 213 કેસ નોંધાયા

Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાએ વિદાય લઈ લીધી છે. છેલ્લા બે-ત્રણ દિવસથી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. સરકારે નિયંત્રણો લગભગ ઉઠાવી લીધા છે પણ અમદાવાદ સહિત મહાનગરોમાં રાત્રીના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુનો અમલ ચાલુ છે. જોકે રાત્રે એકલ-દોકલ લોકો જતા આવતા હોય તો પોલીસ પણ કોઈ રોકટોક કરતી નથી. અત્યાર સુધીના સૌથી વધુ કર્ફ્યૂ ભંગના કેસ અમદાવાદ શહેરમાં માત્ર 6 કલાકમાં નોંધાયા હતા. અમદાવાદના ડીસીપી મકરંદ ચૌહાણની નાઈટ દરમિયાન શહેરમાં રાતે 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીના સમયમાં 213 કેસ કર્ફ્યૂ ભંગના દાખલ થયા છે. જેમાં સૌથી વધુ સિંધુ ભવન રોડ પર લોકોએ કર્ફ્યૂના નિયમનું ઉલઘન કર્યુ હતું.

અમદાવાદ સહિત મહાનગરોમાં  કર્ફ્યૂના નિયમનો કડક અમલ થઈ રહ્યો છે. નિયત સમય મર્યાદામાં દરેકને નિયમનું પાલન કરવાનું હોય છે. પણ કેટલાક લોકો આ નિયમનું પાલન કરતા નથી ત્યારે પોલીસ કાર્યવાહી કરવી પડે છે. અમદાવાદના એક ડીસીપીએ નાઈટ દરમિયાન સમગ્ર રાજ્યના રેકોર્ડ બ્રેક કર્ફ્યૂ નિયમનો ભંગ કરનારા સામે કાર્યવાહી કરી છે. આ અંગે ડીસીપીએ જણાવ્યું હતું કે, સમગ્ર શહેરમાં કર્ફ્યૂના સમય દરમિયાન જે લોકો વગર કારણ બહાર ફરી રહ્યા હતા. તેમની સામે કાર્યવાહી કરી છે. કુલ 213 કેસ એક જ રાતમાં અમદાવાદ શહેરમાં કર્યા છે.  શહેરના સિન્ધુરોડ પર રાત્રે ભીડ જામતી હોય છે. અટલે મોડી રાત સુધી ટોળટપ્પા મારતા લોકોને પોલીસે પકડીને કરફ્યું ભંગના ગુનો નોંધવામાં આવ્યો હતો. દિવાળીના તહેવારો નજીકમાં હોવાથી પોલીસે રાત્રી પેટ્રોલિંગમાં પણ વધારો કર્યો છે.

(PHOTO-FILE)