1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ : 55662 ખેતીવાડી વીજ ગ્રાહકોને કુલ રૂ. 232 કરોડની સબસીડી ચૂકવવામાં આવી
અમદાવાદ : 55662 ખેતીવાડી વીજ ગ્રાહકોને કુલ રૂ. 232 કરોડની સબસીડી ચૂકવવામાં આવી

અમદાવાદ : 55662 ખેતીવાડી વીજ ગ્રાહકોને કુલ રૂ. 232 કરોડની સબસીડી ચૂકવવામાં આવી

0
Social Share

અમદાવાદ : અમદાવાદ જિલ્લાના ૫૫,૬૬૨ ખેતીવાડી વીજ ગ્રાહકોને કુલ રૂ. ૨૩૨.૪૮ કરોડની સબસીડી ચૂકવવામાં આવી છે. રાજ્યના ખેડૂતો માટે અત્યંત ચિંતિત આ સરકાર ખેડૂતોને સમયસર જરૂરી રાહત મળી રહે તે માટે સંકલ્પબદ્ધ છે. એમ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ જણાવ્યું હતું.

વિધાનસભાના બીજા સત્ર દરમિયાન એક પ્રશ્નના જવાબમાં અમદાવાદ જિલ્લાના ખેડૂતોને આપવામાં આવેલી વીજ સબસિડી વિશે માહિતી રજુ કરવામાં આવી હતી. જે મુજબ તા. ૩૧-૧૨-૨૦૨૨ની સ્થિતિએ અમદાવાદ જિલ્લાના ખેતીવાડી વિજ ગ્રાહકોને વીજ બિલમાં સબસિડી આપવામાં આવી છે જેમાં વર્ષ ૨૦૨૧માં કુલ ૨૬,૯૦૭ ગ્રાહકોને અને ૨૦૨૨માં કુલ ૨૮,૭૫૫ ગ્રાહકો એમ છેલ્લા બે વર્ષમાં ૫૫,૬૬૨ ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજ બિલ સબસિડી આપવામાં આવી છે. જેમાં વર્ષ ૨૦૨૧માં રૂ. ૧૦૭.૫૧ કરોડ અને વર્ષ ૨૦૨૨માં ૧૨૪.૯૭ કરોડની સબસિડી એમ છેલ્લા બે વર્ષમાં કુલ રૂ. ૨૩૨.૪૮ કરોડની સબસિડી રાહત પેટે ખેતીવાડી વીજ ગ્રાહકને ચૂકવવામાં આવી છે.

વિધાનસભામાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર રાજ્યના ખેડૂતો માટે અત્યંત ચિંતિત છે અને ખેડૂતોને સમયસર જરૂરી રાહત મળી રહે તે માટે સંકલ્પબદ્ધ કાર્ય કરી રહી છે. ખેડૂતોના પ્રશ્નોના સમાધાન અને તેમને યોગ્ય રાહત આપવા સતત કાળજીપૂર્વક નિર્ણયો કરતી આ સરકાર દ્વારા રાજ્યના ખેતીવાડી ગ્રાહકોને વીજબીલમાં સંતોષકારક સબસિડી આપવામાં આવી રહી છે.

સમય પહેલાં જ રાજ્ય સરકારે વણાંકબોરમાં 800 મેગા વોટનું યુનિટ નં. 8, ઉકાઇમાં 500 મેગા વોટનું યુનિટ નં. 6 અને સિકકામાં 250 મેગા વોટના બે યુનિટો મળીને કુલ 500 મેગા વોટ મળી એકદંરે 1900 મેગાવેટની ક્ષમતા સ્થાપિત કરવામાં આવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code