અમદાવાદઃ શહેરની નજીક આવેલા બારેજામાં ગેસ લીકેજ બાદ થયેલા બ્લાસ્ટમાં એક જ પરિવારના સાત સભ્યોના મોત થયાં હતા. જ્યારે 3 વ્યક્તિઓને ગંભીર ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ શ્રમજીવી પરિવાર મૂળ મધ્યપ્રદેશનો હોવાનું જાણવા મળે છે. આ ઘટના અંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે દુઃખ વ્યક્ત કરીને આર્થિક મદદની જાહેરાત કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશન3 એક પરિવારના 15 સભ્યો રોજગારીની શોધમાં અમદાવાદમાં આવ્યાં હતા. આ પરિવાર બારેજામાં એક ફેકટરી રૂમમાં સૂઈ ગયો હતો. દરમિયાન અચાનક ગેસ સિલેન્ડર લીજેક થયો હતો. દરમિયાન બાજુમાં રૂમમાં રહેતા એક શ્રમજીવીએ ગેસ લીકેજની જાણ કરી હતી. જેથી પરિવારનો એક સભ્યએ લાઈટ ચાલુ કરી હતી. પરિવારના અન્ય સભ્યો કંઈ સમજે તે પહેલા જ અચાનક બ્લાસ્ટ થયો અને આગ લાગી હતી. જેથી પરિવારના સભ્યોએ બુમાબુમ મચાવી હતી. જેથી લોકો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. આ દૂર્ઘટના સાત વ્યક્તિના કરૂણ મોત થયાં હતા. જ્યારે ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે દાઝ્યાં હોવાથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. પોલીસે પણ અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિક પોલીસે એફએસએલની મદદથી આ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી
આ ઘટનાને પગલે મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે વાત કરી હતી. એમપી સરકારે મૃતકના પરિજનોને ચાર-ચાર લાખની સહાયની જાહેરાત પણ કરી હતી.
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે દુખ વ્યક્ત કર્યુ છે. તેમણે ટ્વીટ કર્યુ છે કે, અમદાવાદની ફેક્ટ્રીમાં ગેસ લીકથી થયેલી દુર્ઘટનામાં અમારા અનેક શ્રમિક ભાઇઓના નિધનના સમચાર સાંભળીને દુખ થયુ. ઇશ્વરને દિવંગત આત્માઓને પોતાના શ્રીચરણોમાં સ્થાન અને પરિવારજનોને આ દુખ સહન કરવાની શક્તિ આપવાની પ્રાર્થના કરુ છુ.