Site icon Revoi.in

અમદાવાદઃ 10 વર્ષમાં એએમટીએસ બસના 7283 અકસ્માત, 116 વ્યક્તિઓના મૃત્યુ

Social Share

અમદાવાદઃ શહેરમાં છેલ્લા દસ વર્ષમાં એ.એમ.ટી.એસ.ની તથા ખાનગી ઓપરેટરોની બસો દ્વારા કુલ 7283 અકસ્માતોમાં 116 વ્યકિતઓના મૃત્યુ થયા છે. આમ અમદાવાદ શહેરમાં ભાજપાના શાસનમાં એએમટીએસ રાહદારીઓ માટે યમદુત સમાન બની હોવાનો આક્ષેપ વિપક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તાજેતરમાં કાંકરીયા ભુલાભાઈ ચાર રસ્તા પાસે એ.એમ.ટી.એસ.ના અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને વળતર ચુકવવાની માંગણી કરી હતી.

મનપાના વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે, છેલ્લા દસ વર્ષમાં એ.એમ.ટી.એસ. તથા એ.એમ.ટી.એસ. ના ખાનગી ઓપરેટરોની બસો દ્વારા નાના મોટા અકસ્માતો મળી કુલ 7283 થયેલ તેમાં કુલ 171 વ્યકિતઓના મૃત્યુ થયેલ છે તેમાં મોટાભાગના અકસ્માતોમાં પોલીસ ફરિયાદ નહી થતાં મામલો રફેદફે કરી દેવાય છે જેને કારણે તાજેતરમાં કાંકરીયા ભુલાભાઇ ચાર રસ્તા પાસે એ.એમ.ટી.એસ.ની બસ દ્વારા પ૨ વર્ષના નવિનભાઈ પટેલ નામની વ્યકિતને પુરઝડપે આવી રહેલ બસની ટક્કર વાગતાં તેઓનું મૃત્યુ થવા પામેલ છે. એ.એમ.ટી.એસ.ની બસોના ખાનગી ઓપરેટરોની બસોના ડ્રાઇવરો દ્વારા અકસ્માતો થાય તે બસોના ખાનગી ઓપરેટરો સત્તાધારી ભાજપના મળતીયાઓ છે જેને કારણે તેઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી તેમજ કોન્ટ્રાકટરોને કોઈ વળતર પણ ચૂકવવાની ફરજ પણ પાડવામાં આવતી નથી માત્ર પોલીસ ફરિયાદ કરી કેસ રફે દફે કરી દેવાય છે એ.એમ.ટી.એસ.ની બસો ખાનગી ઓપરેટરોને ચલાવવા માટે આપેલ છે તે બસોના ધણા ડ્રાઇવરો શિખાઉ અથવા લાયસન્સ ધરાવતાં નથી ચાલુ બસે મોબાઈલ પર વાતો કરતાં હોય છે દારૂ પીને બસો ચલાવતાં હોય છે. જેથી અસામાન્ય વધુ સ્પીડમાં ડ્રાઇવર દ્વારા કંટ્રોલ ના થતો હોઈ અકસ્માત કરી બેસે તેવી ઘટના અવારનવાર બનવા પામે છે તેમ છતાં સત્તાધારી ભાજપના હોદ્દેદારો મળતીયા કોન્ટ્રાકરોને છાવરે છે શા માટે ?

એ.એમ.ટી.એસ ની બસો દ્વારા 7283 જેટલા અકસ્માત થવાની ઘટના ચિતાંજનક છે આવા બનાવો બનતા તાકીદે રોકવા જવાબદાર ખાનગી બસના ઓપરેટર કોન્ટ્રાકટરોને તાકીદે બ્લેક લીસ્ટ કરો અને અકસ્માતગ્રસ્તને પુરતું યોગ્ય વળતર ચૂકવવા કોન્ટ્રાક્ટરો ફરજ પાડવા માટે તાકીદે કાર્યવાહી કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.

(PHOTO-FILE)