1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક મળશે
અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક મળશે

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક મળશે

0
Social Share

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની દર વર્ષે મળતી અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક આ વર્ષે તા. 11મી માર્ચથી 13મી માર્ચ સુધી અમદાવાદમાં મળશે. આ બેઠક સંઘની દ્રષ્ટીએ ખુબ જ મહત્વની મનાય છે તેમજ આગામી વર્ષની યોજનાને અંતિમ ઓપ આપવામાં આવે છે. ગયા વર્ષે પણ બેઠક મળી હતી. જો કે, કોરોનાને પગલે બેઠક ઝડપથી પૂર્ણ કરી લેવામાં આવી હતી. ગણતરીના કાર્યકરો પ્રત્યક્ષ રીતે ઉપસ્થિત રહ્યાં હતા. જ્યારે મોટાભાગના કાર્યકર્તાઓ પોત-પોતાના પ્રાંત કેન્દ્રથી ઓનલાઈન જોડાયાં હતા. આ વર્ષે ગુજરાતમાં કોરોનાના પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે.

આરએસએસની આ બેઠકમાં આરએસએસના વડા ડો.મોહન ભાગવતજી, સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે, તમામ સહકાર્યવાહ કુષ્ણગોપાલજી, મનમોહન વૈદ્યજી, મુકુંદજી, રામદત્તજી, અરૂણકુમાર તથા સંઘના અન્ય તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. પ્રાંતોના તમામ નિર્વાચિત પ્રતિનિધિઓ, ક્ષેત્ર અને પ્રાંતના સંઘસાલક, કાર્યવાહ, પ્રચારકોની સાથે સંઘ પ્રેરિત વિવિધ સંગઠનના અખિલ સંગઠન મંત્રી અને તેમના સહયોગીઓ પણ ઉપસ્થિત રહેશે. બેઠકમાં ગયા પર્ષની કાર્યવૃત્ત, સંધ કાર્ય વિસ્તારની આગામી વર્ષની યોજના, સંઘ શિક્ષા વર્ગ યોજના, વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા થશે અને અન્ય વિષયો ઉપર પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવે તેવી શકયતા છે.

(Photo-File)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code