Site icon Revoi.in

અમદાવાદઃ પુરી એક્સપ્રેસ ટ્રેનમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં નશીલા દ્રવ્યોની હેરાફેરી વધી છે બીજી તરફ પોલીસ અને એનસીબીએ ડ્રગ્સના નેટવર્કને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. દરમિયાન અમદાવાદના ગોમતીપુર રેલવે વોશિંગ યાર્ડ ખાતે પુરી-અમદાવાદ ટ્રેનના D2 કોચની પહેલી સીટ નીચેથી એક બિનવારસી બેગ મળી આવી હતી. બેગની તપાસ કરતા અંદરથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર રેલવે વોશિંગ યાર્ડમાં પુરી-અમદાવાદ ટ્રેનમાંથી એક બેગ બિનવારસી હાલતમાં મળી આવી હતી. જેથી પોલીસે તપાસ કરતા અંદરથી કપડા મળી આવ્યાં હતા. કપડાની નીચે ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પેકેટની અંદર લગભગ પાંચ કિલો જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે આ જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ જથ્થો ક્યાંયથી આવ્યો હતો અને કોને મોકલવામાં આવ્યો હતો તેની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ગાંજાનો જથ્થો પુરીથી જ લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

(PHOTO-FILE)