Site icon Revoi.in

અમદાવાદ: AMA માં વર્લ્ડ IP ને લઈ સેમિનારનું આયોજન કરાયું

Social Share

અમદાવાદઃ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) એ વિવિધ પ્રવૃત્તિઓને કેન્દ્રો દ્રારા મેનેજમેન્ટના સિધ્ધાંતો અને વ્યવહારમાં વિચારો, જ્ઞાન અને અનુભવના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપે છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે “વાય. જે. ત્રિવેદી-એએમએ એકેડેમી ફોર ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ” વર્ષ 2007 માં વાય જે ત્રિવેદી અને જતીન ત્રિવેદીના યોગદાનથી ઉદ્યોગ અને વ્યાપાર ક્ષેત્રે ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (IP) કલ્ચરને પ્રોત્સાહન આપવા માટે સ્થાપવામાં આવી છે. આ કેન્દ્ર દ્રારા IP સંબંધિત તાલીમ કાર્યક્રમો, સેમિનાર અને વ્યાખ્યાનો વર્લ્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડે નિમિત્તે સુપ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્રારા યોજવામાં આવે છે.

આ વર્ષે વર્લ્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ડે નિમિત્તે, એએમએ દ્રારા શનિવાર, 27 એપ્રિલ 2024 ના રોજ સાંજે 6:30 થી 7:45 વાગ્યા સુધી AMA ખાતે “ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એન્ડ ધ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ: બિલ્ડીંગ અવર કોમન ફ્યુચર વિથ ઇનોવેશન એન્ડ ક્રિએટિવિટિ” વિષય પર એક પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું. સુપ્રતિષ્ઠિત પેનલ નિષ્ણાત ડૉ. ઉન્નત પંડિત, કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ, ડિઝાઇન એન્ડ ટ્રેડ માર્ક (CGPDTM) અને સંજીવ સાન્યાલ, વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM) નાં મેમ્બર આ વિષય પર સહભાગીઓને સંબોધશે અને તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો.