અમદાવાદઃ શૈક્ષણિક સંસ્થાઓની બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાશે
અમદાવાદ: શહેરના ના સાયન્સ સીટીના વિજ્ઞાનભવન ખાતે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદ અંતર્ગત પાંચમી અને છઠ્ઠી જાન્યુઆરીએ શૈક્ષણિક સંસ્થાઓની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાશે. આંતરરાષ્ટ્રીય કક્ષાની પરિષદમાં શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો, રિર્સચ સંસ્થાઓ, શિક્ષણવિદો- નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના વિવિધ પાસા પર પ્રકાશ પાડશે.
શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ કહ્યું કે, આ પરિષદના વિવિધ સત્રોમાં જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાંતો સર્વગ્રાહી શિક્ષણ અને શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણ પરના તમામ પાસા પર વિચાર વિર્મશ કરવામાં આવશે. સમાવિષ્ટ શિક્ષણ, મૂલ્યાંકન, એસેસમેન્ટમાં ગુણવત્તાની ખાતરી, સંશોધન-ઇનોવેશન માટે રોડમેપ ઉપરાંત કોવિડની શિક્ષણ પર અસરો, પડકારો- ઉકેલો પર ચર્ચા કરાશે તથા રોજગારી અને સંસ્કૃત ભાષા પર પણ સત્ર યોજાશે.
(PHOTO-FILE)