1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદઃ રાત્રીના ભારે વરસાદ પછી મ્યુ.કોર્પોની તમામ સિસ્ટમ તથા મશીનરી ફેઈલ
અમદાવાદઃ રાત્રીના ભારે વરસાદ પછી મ્યુ.કોર્પોની તમામ સિસ્ટમ તથા મશીનરી ફેઈલ

અમદાવાદઃ રાત્રીના ભારે વરસાદ પછી મ્યુ.કોર્પોની તમામ સિસ્ટમ તથા મશીનરી ફેઈલ

0
Social Share
  • શહેરના વિવિધ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં
  • લોકોના ઘર અને વ્યવસાયના સ્થળોમાં ઘુસ્યાં વરસાદી પાણી

અમદાવાદઃ શહેરમાં છેલ્લા બે દિવસ દરમિયાન પડેલ ભારે વરસાદમાં શહેરના નગરજનો ત્રાહિમામ પોકારી ગયા હતા. તમામ રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો, તેમજ ઠેર ઠેર અમદાવાદના નગરજનોના ઘર તથા કોર્મશીયલ એકમો પાણીમાં ગરકાવ થવાને કારણે આપત્તીનો ભોગ બનેલ છે. તથા નિચાણવાળા નગરજનો અસરકારક રાહતની કામગીરી તાકીદે નહી થવાને કારણે નિઃસહાય હાલતમાં લાચાર જણાય છે. જે તંત્ર તથા સત્તાધારી પક્ષની નિષ્ક્રિયતા સાબિત કરે છે. આ તમામ બાબતો ભાજપ શાસિત મ્યુ.કોર્પોની કામગીરી સામે મોટો પ્રશ્નાર્થ ઉભો થવા પામેલ છે. તેમ મનપાના વિપક્ષના નેતાએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં કેચપીટો તથા સ્ટીમ વોટર લાઈનોની સફાઈ તથા ડ્રેનેજ પંપીગ સ્ટેશનો તથા નવી સ્ટ્રોંમ વોટર લાઈનો નાખવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરેલ છે. તેમ છતાં શહેરના તમામ વિસ્તારોમાં ટ્રેનેજ બેક મારવાના તથા પાણી ભરાવવાના બનાવો યથાવત પામેલ છે જેને કારણે સમસ્યાઓ વધવા પામેલ છે જે કમનસીબ બાબત છે. શહેરના ઘણાખરા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. સમગ્ર શહેર જળબંબાકાર થઈ જવા પામેલ છે પાણી ભરાવવાની આફત કુદરત સર્જીત કરતાં તંત્ર/માનવ સર્જીત વધુ હોવાનું ચિત્ર ઉભું થયેલ છે. થોડા સમય પહેલાં ભાજપના સત્તાધીશો દ્વારા અમદાવાદ શહેરમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાના કાયમી ઉકેલ બાબતે રૂા. ૩૦૦૦ કરોડની વર્લ્ડ બેંક પાસેથી લોન લીધેલ અને તે સમયે મોટા ઉપાડે ખોટા બણગાં ફૂંકીને પોકળ દાવા કરેલ કે, આ કામો થવાથી હવે અમદાવાદ શહેરમાં વોટર લોંગિંગની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે પરંતુ ભાજપની વહીવટી અણઆવડતતા અને ભરપુર ભષ્ટ્રાચાર થવાને કારણે અમદાવાદ શહેર તાજેતરના વરસાદમાં સ્વીમીંગ પુલ સમાન સીટી બનેલ છે જેથી પુરવાર થાય છે કે, ભાજપ માટે સત્તા અને ભષ્ટ્રાચાર જ સર્વોપરી છે જેથી પ્રજાનું સ્થાન ક્યાં? તે વિચારવાનો સમય પાકી ગયેલ છે. આ બાબતે અમદાવાદ શહેરમાં અતિભારે વરસાદને કારણે ઉભી થયેલ પરિસ્થિતિમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો કોઈ પણ સહયોગ માટે તત્પર છે ત્યારે અતિવૃષ્ટિની વિકટ પરિસ્થિતિમાં નગરજનોને સહાયરૂપ થવા જો પ્રજાને સ્થાનિક સંર્પક શક્ય ના બને તો સહાયતા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા કાર્યરત કરેલ ૭૭૭૯૦ ૭૪૭૧૯ નંબર પર સંપક કરી શકે છે.

#AhmedabadRain #MUCorpFailure #HeavyRainImpact #AhmedabadNews #RainDamage #InfrastructureFailure #WeatherDisruption #UrbanFlooding #EmergencyResponse #GujaratWeather

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code