અમદાવાદઃ સિનિયર પત્રકાર રોનક પટેલના પિતાશ્રી નારણભાઈ પટેલના નિધન બાદ દેહદાન કરાયું, સમાજને નવી દિશા મળશે
અમદાવાદઃ મકરસંક્રાતિ બાદ શુભ પ્રસંગોનો પ્રારંભ થાય છે. તેમજ મકરસંક્રાતિના દિવસે લોકો દાન-પુણ્ય કરીને પુષ્ણનું ભાથુ બાંધે છે. દરમિયાન અમદાવાદમાં જાણીતા સિનિયર પત્રકાર રોનક પટેલના પિતાશ્રી નારણભાઈ પટેલનું નિધન થયું છે. પરિવારજનોએ પિતાના દેહદાનનો કર્યો છે જે સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી પગલું છે.
દાન-પુણ્યના પર્વ ઉપર ગુજરાત મીડિયા ક્લબએ ઈન્સ્ટીટીટ્યુ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિસર્સ સેન્ટર તથા અંગદાન ફાઉનડેસન સાથે મળીને અંગદાન અભિયાનમાં સાથે મળીને લોકોને અંગદાન માટે પ્રેરણા પુરુ પાડવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે આ દરમિયાન રોનક પટેલના પિતાશ્રીના દેહદાનના સમાચાર સૌથી વધારે પ્રત્રકાર જગતને પ્રેરિત કરેશે અને અંગદાનને લઈને ફેલાયેલી શંકાઓ દૂર કરવા માટે મીડિયામાં તેને ન્યાય આપવામાં મદદ મળશે.
અંગદાન જનજાગૃતિ માટે અંગદાન રથનો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે શુભારંભ
ગુજરાત મીડિયા ક્લબના પ્રમુખ અને સિનિયર પત્રકાર નિર્ણય કપૂરએ જણાવ્યું હતું કે, રોનક પટેલના પિતાજીના દેહદાનના સમાચાર સાંભળીને પહેલીવાર મન વિચારમાં પડી ગયું અને સ્વીકરવા તૈયાર નથી (એક પત્રકાર તરીકે મૃત્યુ બાદ પશ્વાત પરિવારજનો દ્વારા અંગદાનની ઘટનામાં રિપોર્ટિંગ કર્યું હોય પરંતુ જ્યારે આપ પોતાના અને આસપાત સર્જાતી પરિસ્થિતિ જોઈએ તો અહેસાસ કંઈક અલગ થાય છે). ફોન ઉઠાવીને રોકન પટેલ સાથે વાત કરી તો તેણે જે કહ્યું તે સમાજમાં ગંભીર વિચાર અને સારી શક્તિ પરિચય આપે છે. રોનક પટેલે કહ્યું કે, તેમના પિતાજી શિક્ષક હતા અને તેમણે સમગ્ર જીવન વિજ્ઞાનના પ્રચાર-પ્રસાર પાછળ ખપાવી દીધું હતું. 90ના દાયકાના પ્રારંભમાં તેમને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ટ મળ્યો હતો. તેમની હંમેશાથી દેહદાનની ઈચ્છા હતી. તેઓ માનતા હતા કે, માનવ શરીરના અભ્યાસનો અવસર ક્યારે બંધ ના થવો જોઈએ. આ માટે 10 વર્ષ પહેલા શ્રી નારણભાઈ અને તેમની પત્ની એમ બંનેએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જઈને જાતે જ અંગદાન માટે નોંધણી કરાવી હતી. જેથી પરિવારજનોને તેમના દેહદાનનો નિર્ણય કરવો મુશ્કેલ ન હતો. જીવનભર વિજ્ઞાનના પ્રચાર-પ્રસાર સાથે જોડાયેલા શ્રી નારયણભાઈ કાનજીભાઈ પટેલ જીતવે-જીવત દેહદાન કરીને માનવ શરીકને અભ્યાસના ક્ષેત્રમાં સાયન્સના એડવાન્સમેન્ટ પ્રત્યે પોતાનું કમિટમેન્ટને પુરુ કર્યું છે અને એક શિક્ષકએ અમને સૌથી મોટી શીખ આવી છે. આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. તો આપણે અંગદાન કરીને દેશને લાઈવ રિલેટેડ ડોનેશનમાંથી મુક્ત ન કરી શકીએ.
રિવાઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) શ્રી નારણભાઈ પટેલના નિધન અંગે સંવેદના વ્યક્ત કરે છે અને લોકોને પણ અંગદાન માટે આગળ આવવા અપીલ કરે છે.