અમદાવાદઃ શહેરમાં બીયુ પરમિશન મુદ્દે એએમસીએ શરૂ કર્યું અભિયાન
અમદાવાદઃ ગુજરાતની હેરિટેજ સિટી અમદાવાદમાં બીયુ પરમિશન અને ફાયર સેફ્ટીના મુદ્દે મનપા તંત્ર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મનતા દ્વારા એક જ દિવસમાં BU પરમિશન વગરના 119 કોમર્શિયલ અને 105 રેસિડેન્સિયલ યુનિટ સહિત કુલ 224 યુનિટ સીલ કરવામાં આવ્યાં હતા. શહેરમાં બી.યુ. પરમિશન મુદ્દે એકમો સીલ કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. જેથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. તેમજ વેપારીઓએ AMC અને સરકાર પાસે યોગ્ય ગાઈડ લાઈન અથવા વૈકલ્પિક વ્યવસ્થાની માંગ સાથે સહકારની લાગણી દર્શાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોર્પોરેશને શહેરના આઠ વિસ્તારમાં 119 દુકાનો અને 105 મકાનો સીલ કર્યા. જેમાં સૌથી વધુ ઘાટલોડિયામાં સમર્પણ ટાવરમાં કોમર્શિયલ એકમો સીલ કર્યા હતા. AMCના એસ્ટેડ અને ટીડીઓ વિભાગે BU પરમિશન મુદ્દે સીલીંગ ઉપરાંત ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. દરમિયાન નિકોલ, અમરાઈવાડી, બહેરામુરા, નવરંગપુરા, વેજલપુર, પાલડી વગેરે વિસ્તારોમાં 27 યુનિટનું 21.574 ચોરસ ફૂટ બાંધકામનું દબાણ દૂર કરાયું. આગામી સમયમાં BU પરમિશન વિનાના ગેરકાયદે બાંધકામોનો વપરાશ બંધ કરાવવા, સીલ કરવા અને દબાણ દૂર કરવા ઝુંબેશ હાથ ધરાશે.