Site icon Revoi.in

અમદાવાદઃ AMTS સિનિયર સિટીઝનો ફ્રીમાં મુસાફરી કરી શકશે

Social Share

અમદાવાદઃ શહેરમાં લોકોને પરિવહનની સેવા મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા એએમટીએસ દોડવવામાં આવે છે. દરમિયાન AMTSનું વર્ષ 2022-23નું રૂપિયા 7 કરોડના સુધારા સાથે બજેટ રજૂ કરાયું હતું. હવે શહેરમાં સિનિયર સીટીઝનસ એએમટીએકમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે. એટલું જ નહીં મનપા સંચાલિક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પણ ફ્રીમાં બસમાં મુસાફરી કરવા મળશે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં AMTSનું વર્ષ 2022-23નું સુધારા સાથેનું બજેટ રજૂ કરાયું હતું. એએમટીએસ વધુ 50 બસની ખરીદી કરશે. તેમજ આ બસ શહેરની ફરતે આવેલા એસપી રિંગરોડ ઉપર દોડાવવામાં આવશે. આ માટે ઘટતી રકમ રાજય સરકાર પાસેથી વી.જી.એફ. મેળવી સરભર કરવામાં આવશે. આ ઉપરાંત 65 વર્ષથી ઉપરના તમામ સિનિયર સિટીઝનો ફ્રીમાં મુસાફરી કરી શકશે. કોરોના મહામારીમાં માતા કે પિતાની છત્રછાયા ગુમાવનારા વિદ્યાર્થીઓ પણ એએમટીએસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે.  આવી જ રીતે  નગર પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને સ્કુલમાં આવવા જવા માટે AMTSના ફ્રી પાસ આપવામાં આવશે.

હાલ એએમટીએસમાં મનપાની માલિકીની 40 બસો અને 900 જેટલી બસો કોન્ટ્રાક્ટ આધારિત દોડાવવામાં આવે છે. શહેરીજનોને વધારે સાથે પરિવહનની સુવિધા મળી રહે તે માટે નવી 50 ઈ-બસ ખરીદવામાં આવશે. ચાલુ વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને ધ્યાનમાં રાખીને શહેરીજનોને વધારે સુવિધાઓ મળી રહે તેવુ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.