Site icon Revoi.in

અમદાવાદ-બોટાદ ટ્રેનનો પીએમ મોદીએ કરાવ્યો શુભારંભ

Social Share

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ-બોટાદ વચ્ચે ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો. જેથી અમદાવાદથી બોટાદ અને ભાવનગર જતા પ્રવાસીઓને રાહત મલશે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના ગાંધીગ્રામ રેલવે સ્ટેશનથી અમદાવાદ-બોટાદ ટ્રેન દોડતી હતી પરંતુ ટ્રેનના પાટાને મીટરગેજમાંથી બદલીને બ્રોડગ્રેજમાં ફેરવવામાં આવ્યાં છે. આ કામગીરીને પગલે પાંચેક વર્ષથી આ ટ્રેન સેવા બંધ હતી. ભાવનગરથી અમદાવાદ જતા આ ટ્રેન મારફતે 34 કિમીનું અંતર ઘટી જશે. આ ઉપરાંત બોટાદથી અમદાવાદ વચ્ચે આવતા ધોળકા, અરણેજ વગેરે સ્ટેશનોના સ્ટોપેજથી હવે આ સ્ટેશનના વિસ્તારોના મુસાફરોને મોંઘુ ભાડું ખર્ચીને ખાનગી વાહનોમાં જવું નહીં પડે. અમદાવાદમાં ગાંધીગ્રામ સ્ટેશનથી ઉપડતી આ ટ્રેન વસ્ત્રાપૂર, સરખેજ, મોરૈયા, મેટોડા, બાવળા, ધોળકા, ગોધણેશ્વર, કોઠ, ગાંગડ, લોથલ, ભુરખી, લોલીયા, હડાળા ભાલ, ધોળી ભાલ, રાયકા, ધંધુકા, તગડી, ભીમનાથ, ચંદરવા, જાળીલા રોડ, અને સારંગપુર થઇ બોટાદ પહોંચશે, ઉપરોક્ત તમામ સ્ટેશનો ઉપર ટ્રેન રોકાશે.