Site icon Revoi.in

અમદાવાદ : રમકડાના વેપારી પર ભારતીય માનક બ્યુરોના દરોડા

Social Share

અમદાવાદ:ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરોના માન્ય લાયસન્સ વિના આઈએસઆઈ માર્ક લાગેલી રમકડાં વેચવાની માહિતની આધારે તા. 7 જુલાઈ, 2023ના રોજ અમદાવાદ સ્થિત મેસર્સ ટોયકા, પ્રહલાદનગર, સેટેલાઈટ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી. દરોડા દરમિયાન વેપારી પાસેથી સ્ટાન્ડર્ડ માર્ક વગરના 48 રમકડાંઓ જપ્ત કરવામાં આવ્યા

ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનાં 25 ફેબ્રુઆરી 2020 ઓર્ડર નંબર S.O.853(E) અને 15 સપ્ટેમ્બર 2020ના સુધારા મુજબ, આવા ઉત્પાદનો (રમકડાં) અથવા સામાન અથવા સ્પષ્ટપણે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનાં રમવા માટેના હેતુથી બનાવેલ વસ્તુઓ ઉપર આઈ.એસ.આઈ. (ISI) માર્ક 01 જાન્યુઆરી 2021 પછી ફરજિયાત કરવામાં આવ્યો છે અર્થાત્ કોઈપણ ઉત્પાદક અથવા વેપારી ISI માર્ક વિના રમકડાંનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહિં અને માત્ર એવા ઉત્પાદકોને જ ISI માર્ક લાગુ કરવાની મંજૂરી છે કે જેમની પાસે ભારતીય માનક બ્યૂરોનું માન્ય લાઈસન્સ છે. બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વિના ઉત્પાદકો દ્વારા આઈએસઆઈ માર્ક લગાવવું અથવા આઈએસઆઈ માર્ક વિના રકમડાં વેચવા અને સંગ્રહ કરવો એ સજાપાત્ર ગુનો છે. આવું કરનાર વિરુદ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમ, 2016ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવી છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 2 લાખ આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.

બેઈમાન ઉત્પાદક/વેપારીઓ જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યૂરોના માન્ય લાયસન્સ લીધા વિના ભારતીય માનક બ્યુરો (આઈએસઆઈ) માર્કનો દુરુપયોગ કરતા હોય છે. ભારતીય માનક બ્યુરોની અમદાવાદ શાખા સમયાંતરે આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે આઈએસઆઈ માર્કના દુરુપયોગની મળેલી કે કરેલી ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબંધ દરોડા કરતી હોય છે. કોઈપણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરોના માનકચિહ્નના દુરુપયોગની જાણકારી હોય તો તે એના વિશે પ્રમુખ ભારતીય માનક બ્યુરો, ત્રીજો માળ, નવજીવન અમૃત જયંતિ ભવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ-380014 ફોન નં. 079-27540314 પર લખી શકે છે. ફરિયાદ ને ahbo@bis.gov.in અથવા complaints@bis.gov.in પર ઈમેઈલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે