અમદાવાદઃ દિવાળીના તહેવારોમાં ફટાકડાંના ધૂંમાડાના કારણે શ્વાસની બીમારી હોય તેવા ઘણા લોકોને મુશ્કેલી પડી હતી. નવા વર્ષના આગમન ટાણે જ વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો. કેટલાક વિસ્તારોમાં વાદળછાંયા વાતાવરણ સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. હવામાન બદલાતા હવે સિઝનલ વાઈરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો થવા માંડ્યો છે. અમદાવાદમાં દિવાળીના તહેવાર દરમિયાન વાઈરલ ઈન્ફેક્શનના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. “ડૉક્ટર ઑન કૉલ”માં છેલ્લા 4 દિવસમાં 450 જેટલા કોલ્સ આવી ચૂક્યા છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા દર વર્ષે દિવાળીમાં “ડૉક્ટર ઑન કૉલ”ની સેવા શરૂ કરવામાં આવે છે. આ સેવા અંતર્ગત ડૉક્ટર દ્વારા ફોન પર જ સલાહ આપવામાં આવે છે. દિવાળીના તહેવારો દરમિયાન કાર્યરત ડૉક્ટરોનું એક વ્હોટ્સઅપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં ધન તેરસથી લાભ પાંચમ સુધી શરૂ કરવામાં આવેલ આ “ડૉક્ટર ઑન કૉલ”ની સેવામાં 4 દિવસમાં જ 450 જેટલા કૉલ્સ આવ્યા હતા. જેમાં વાઇરલ ઈન્ફેક્શનના જ 150થી વધારે કોલ્સ આવ્યા છે. આ સિવાય સ્ક્રિન પ્રોબ્લેમના 30, માઈનોર ઈન્જરીના 30, ચિકનગુનિયાના 30 તેમજ આંખો સબંધિત 30 જેટલા કૉલ્સ ડૉક્ટર ઑન કૉલ્સમાં આવી ચૂક્યા છે. ખાસ કરીને ભાઈબીજના એક જ દિવસમાં 150 જેટલા કોલ્સ “ડૉક્ટર ઑન કૉલ્સ”માં નોંધાયા હતા. મચ્છરજન્ય રોગની સાથે પાણીજન્ય રોગની સ્થિતિ પણ પાણીના પોલ્યુશનની વધતી ફરિયાદોના કારણે ગંભીર બનતી જઈ રહી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, તા. 30મી ઓકટોબર સુધીમાં ઝાડા ઊલટીના 542 કેસ નોંધાયો હતા.તેમજ ટાઈફોઈડના 202 કેસ જયારે કમળાના 127 કેસ નોંધાયા હતા. .કોલેરાનો એક પણ કેસ છેલ્લા એક મહિનામાં નોંધાવા પામ્યો નથી. આ વર્ષે અત્યાર સુધીમાં રેસીડેન્શિયલ કલોરીન ટેસ્ટ માટે 75 હજાર 878 સેમ્પલ લેવાયા હતા જે પૈકી 202 સેમ્પલમાં કલોરીન રિપોર્ટ નીલ આવ્યો છે. બેકટોરીયોલોજીકલ ટેસ્ટ માટે 8293 સેમ્પલ લેવાયા હતા જે પૈકી 161 સેમ્પલ અનફીટ જાહેર થવા પામ્યા છે. શહેરમાં હાલમાં ધીમા પગલે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. વહેલી સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જ્યારે બપોરે ગરમીનો અનુભવ થાય છે. વિદેશી