Site icon Revoi.in

તામિલનાડુમાં સંભવિત ‘ મિચોંગ’ વાવાઝોડાની આગાહીને લીધે અમદાવાદ-ચેન્નઈ નવજીવન ટ્રેન રદ

Social Share

અમદાવાદઃ દક્ષિણ ભારતના સાગરમાં સર્જાયેલા ચક્રવાતને મિચોંગ નામ આપવામાં આવ્યું છે.  4થી ડિસેમ્બરને સોમવારે બપોર સુધીમાં વાવાઝોડુ આંધ્રપ્રદેશ અને તેની નજીકના ઉત્તરી તમિલનાડુના દરિયાકાંઠાની નજીક પહોંચશે. ત્યારબાદ 5 ડિસેમ્બરે આંધ્રપ્રદેશમાં લેન્ડફોલ કરશે. ત્યારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારમાં સંભવિત ચક્રવાત “માઈચોંગ”ને ધ્યાનમાં રાખીને સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી રહી છે. આ સિવાય ચક્રવાતને જોતા દક્ષિણ મધ્ય રેલવેએ 144 ટ્રેન રદ કરી છે. તેમાંથી 118 ટ્રેનો લાંબા રૂટની છે. જ્યારે તમિલનાડુમાં 100 SDRF જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.

 પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ તામિલનાડું અને આધ્રપ્રદેશમાં સંભવિત વાવાઝોડાને કારણે દક્ષિણ ભારત જતી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. જેમાં તા. 4 અને 5 ડિસેમ્બર 2023ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 12655 અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ રદ ટ્રેન રહેશે.
4  ડિસેમ્બર 2023 ના રોજ એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલથી ઉપડનારી ટ્રેન નંબર 12656 એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ-અમદાવાદ નવજીવન એક્સપ્રેસ ટ્રેન રદ્દ રહેશે.

આ ઉપરાંત વાવાઝોડાને કારણે મધ્ય રેલવેએ 3 થી 7 ડિસેમ્બર વચ્ચે ચાલનારી 144 ટ્રેન રદ કરવામાં આવી છે. જેમાં તમિલનાડુ, બેંગલુરુ, હૈદરાબાદ, નવી દિલ્હી, હાવડા, લખનૌ, વિશાખાપટ્ટનમ, તિરુપતિ, પુડુચેરી અને અન્ય રૂટ પર ચાલતી ટ્રેનને રદ કરવામાં આવી છે. રદ કરાયેલી ટ્રેનોમાં વિજયવાડા જનશતાબ્દી (ટ્રેન નંબર 12077 અને 12078), નિઝામુદ્દીન ચેન્નાઈ દુરંતો (ટ્રેન નંબર 12269 અને 12270), ગયા ચેન્નાઈ એક્સપ્રેસ (ટ્રેન નંબર 12389 અને 12390) અને બરૌની – કોઈમ્બતુર નંબર 12077 અને 3333 સ્પેશિયલ ટ્રેનન સમાવેશ થાય છે. પ્રવાસીઓને  www.enquiry.indianrail.gov.in વેબસાઈટ પર વધુ માહિતી મેળવી શકશે.

સૂત્રોના કહેવા મુજબ  ચક્રવાત માઈચોંગ 4 ડિસેમ્બરની સાંજે તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકે તેવી શક્યતા છે. જેની અસરના ભાગરૂપે ઉત્તર તટીય તમિલનાડુ, પુડુચેરીમાં  4 ડિસેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.  હવામાન વિભાગે તમિલનાડુ અને આંદામાન અને નિકોબાર ટાપુઓ તેમજ ઓડિશા સહિત દક્ષિણના ઘણા વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓની આગાહી કરી છે. વાવાઝોડાની અસરના ભાગરૂપે હાલ તમિલનાડુ પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યું છે.