Site icon Revoi.in

અમદાવાદઃ શહેરીજનોને હવે ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ બિલ મોકલાવાશે

Social Share

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં આગામી વર્ષથી મ્યુનિસિપલ ટેક્સ એસએમએસ અને ઓનલાઈન મોકલી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ AMC પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા કરદાતાઓના મોબાઈલ નંબરને લિન્ક કરવા નવું સોફ્ટવેર ડેવલપ કરાશે અને નાગરિકોને ઓનલાઈન ટેક્સ બિલ, મ્યુનિ.ની ટેક્સ વળતરની સ્કીમની જાણકારી તથા અન્ય માહિતી ઓનલાઈન પૂરી પાડવામાં આવશે. ચાલુ વર્ષે મનપાને ટેક્સ પેટે રૂ. 560.59 કરોડની આવક થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મનપા દ્વારા દર વર્ષે એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારા શહેરીજનોને રાહત આપવામાં આવે છે. જેથી મોટી સંખ્યામાં લોકો એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરવાનું પસંદ કરે છે. આ ઉપરાંત અનેક લોકો વર્ષોથી ટેક્સ ભરતા નથી તેમની પાસેથી ટેક્સ વસુલવા માટે મનપા દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ કોર્મિશયલ મિલકતોનો પ્રોફેશનલ બાકી છે કે નહીં, તેની જાણકારી નાગરિકોને મળી શકે તે માટે જાગૃતિ લાવવા ઝુંબેશ હાથ ધરાશે. ચાલુ વર્ષે અત્યાર સુધી મનપાને કુલ રૂ. 560.59 કરોડની આવક થઈ છે. તેમજ રેલવેનો કરોડોનો ટેક્સ બાકી હોવાનું જાણવા મળે છે. આ મુદ્દે કોર્પોરેશન અને રેલવેના અધિકારીઓ વચ્ચે ચર્ચા થઈ હતી. તમજ લેખીત રજૂઆત કરવામાં આવી છે. તેમ છતા કોર્પોરેશનને રૂ. 20.88ના કરોડના પ્રોપર્ટી ટેક્સની રકમ ચૂકવવામાં આવ્યો નહીં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.