Site icon Revoi.in

અમદાવાદ સિવિલ હોસ્પિટલની ભંગાર એમ્બ્યુલન્સ, અને વાહનો વેચી દેવાતા તપાસનો આદેશ

Social Share

અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલના સત્તાધિશોએ ભંગાર થઈ ગયેલી એમ્બ્યુલન્સ અને કેટલાક વાહનો વગર ટેન્ડરે વેચી દેતા આ મામલે વિવાદ જાગ્યો છે. અને આ અંગે આરોગ્ય વિભાગને ફરિયાદ પહોંચતા તકેદારી આયોગે તપાસના આદેશ આપતા ફફડાટ વ્યાપી ગયો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદની સિવિલ હોસ્પિટલના સત્તાધિશોએ વર્ષ 2018માં ભંગાર થઈ ગયેલી એમ્બ્યુલન્સ અને કેટલાક ભંગાર જેવા થઈ ગયેલા વાહનો વગર ટેન્ડરે વેચી દઈને તેના નાણા પણ સરકારી તિજોરીમાં જમા કરાવ્યા નહતા. આ કૌભાંડની જે તે વખતે પણ ફરિયાદો ઊઠી હતી. પણ ગાંધીનગરના સત્તાધિશોએ આંખ આડા કાન કર્યા હતા. આખરે આ ગેરરીતિ બદલ ગુજરાત તકેદારી આયોગે સિવિલ હોસ્પિટલના બે ડોક્ટર અને 1 વહીવટી અધિકારી સામે તપાસનો આદેશ આપ્યો છે. હોસ્પિટલના આરએમઓ ડો. જગદીશ સોલંકી અને ડો. બાદલ ગાંધી તેમજ વહીવટી અધિકારી એન.જે. સલોટ સામે તપાસ થશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતું કે, સિવિલના મેડિકલ સ્ટોર્સના મુખ્ય અધિકારી ડો. બાદલ ગાંધી સામે ટેન્ડરના મહત્ત્વના દસ્તાવેજ નાશ કરવાનો પણ આક્ષેપ છે. હોસ્પિટલના આરએમઓ ડો. જગદીશ સોલંકીએ 2018માં હોસ્પિટલમાં ભંગાર ખાતે કઢાયેલા વાહનો અને એમ્બ્યુલન્સ વગર ટેન્ડરે વેચી સરકારી તિજોરીમાં નાણાં નહિ જમા કરાવ્યા ન હતા. આ ગરેરીતિના આરોપોને પગલે તકેદારી આયોગે બે ડોક્ટર અને વહીવટી અધિકારી સામે તપાસના આદેશ આપ્યા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, સિવિલ હોસ્પિટલના વહીવટી અધિકારી એન. જે. સલોટ સામે આક્ષેપ છે કે, કોઇ ખોડખાંપણ ન હોવા છતાં તેમણે ખોટું પ્રમાણ રજૂ કરીને સરકાર સાથે છેતરપિંડી કરી હતી. હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મુકેશ શર્મા સામે પીએમ પોર્ટલમાં થયેલી ફરિયાદ મુજબ સરકારના ઇ-રક્ત સોફ્ટવેરનો ઉપયોગ કરવાને બદલે ખાનગી કંપનીનું સોફ્ટવેર વિનામૂલ્યે મેળવ્યું હોવા છતાં છતાં મેઇન્ટેનન્સને નામે ચૂકવણી કરે છે.