Site icon Revoi.in

અમદાવાદના કલેક્ટરને લેન્ડ ગ્રેબિંગની 2016 અરજીઓ મળી, 24માં સુઓમોટો, 96 કેસમાં FRI

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ગરીબ અને અભણ ખેડુતો પાસેથી છેતરપિંડી કરીને  તેની કિંમતી જમીનો પચાવી પાડવાના તેમજ લેન્ડ માફિયાઓ બહારગામ કે શહેરોમાં વસવાટ કરતા પરિવારોની બાપ-દાદ વખતની ગામડાંમાં આવેલી જમીનો પચાવી પાડવામાં આવતી હતી. આવી પ્રવૃતિમાં વધારો થતાં રાજ્ય સરકારે લેન્ડ ગ્રેબીંગનો કડક કાયદો બનાવવામાં આવ્યો છે. જેનાથી જે ખેડુતો છેતરપિંડીનો ભાગ બન્યા હોય અથવા લેન્જ માફિયાઓએ તેમની જમીન પચાવી પાડી હોય તો જિલ્લા કલેકટરને અરજી કરી શકે છે. અને જિલ્લા કલેક્ટર તપાસ કરે છે. યોગ્ય જણાય તો લેન્ડ ગ્રેબિંગના કાયદા અંતર્ગત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવે છે. અમદાવાદ કલેક્ટર કચેરીમાં 2016 જેટલી લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગતની અરજીઓ મળી હતી. જ્યારે 24 જેટલી અરજીઓને સુઓમોટો તરીકે કાર્યવાહી હેઠળ લેવામાં આવી છે. તેમજ 96 અરજીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદ કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ આવેલી 2016 અરજીઓમાંથી 96 અરજીમાં FIR દાખલ કરવામાં આવી છે. જેમાં 409 વ્યક્તિઓને આરોપી ઠેરવાયા છે. તે ઉપરાંત કાયદાની છટકબારી દ્વારા લેભાગુ તત્વો કોઈની જમીનમાં ખોટી ફરિયાદ કે અરજી ના કરે તે માટેની ચકાસણી માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં એક સમિતિ પણ રચાઈ છે. આ સમિતિની બેઠક એક મહિનામાં એક વખત યોજવામાં આવે છે. જે અત્યાર સુધીમાં 19થી 20 વખત મળી ચૂકી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ કલેક્ટરને મળેલી 2016 અરજીઓમાં 2.85 કરોડ સ્કવેર મીટર જેટલી જમીન પર લેન્ડ ગ્રેબિંગનો દાવો કરાયો હતો. જેની કિંમત 2985 કરોડ જેટલી છે. જેની જંત્રી કિંમત 727 કરોડ જેટલી છે. જો કે, કમિટીએ 1627 જેટલી અરજીઓ રિજેક્ટ કરી નાખી છે. અરજીઓ પૈકી 287 અરજીઓ પર પ્રાથમિક તપાસ પૂર્ણ થઈ છે. જ્યારે 1436 અરજીઓ પર નક્કી કરેલા સમય કરતાં પ્રાથમિક તપાસ કરવા વધુ સમય લાગ્યો છે. જ્યારે 34 કેસો સ્પેશિયલ કોર્ટને રીફર કરાયા છે. 317 જેટલા કેસમાં ઇન્કવાયરી પેન્ડિંગ છે.