Site icon Revoi.in

કર્મચારી-અધિકારીઓને મોબાઈલ એપ અંગે અમલ કરાવવામાં AMC સત્તાધીશો નિષ્ફળ: કોંગ્રેસ

Social Share

અમદાવાદઃ શહેરમાં મનપા તંત્રના કર્મચારીઓ મામલે ‘સ્પ્રંટ સીટી 311’ નામથી મોબાઇલ એપ્લીકેશનનો અમલ બાબતે વહીવટી તંત્ર તથા સત્તાધારી ભાજપ નિષ્ફળ રહ્યાંનો આક્ષેપ વિપક્ષ કોંગ્રેસે કર્યો હતો.  વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વર્ગ 1,2 અને 3 ના તમામ કર્મચારીઓ દ્વારા કરાયેલ ક્ષેત્રીય કામગીરીનો રિર્પોટ, સ્થળ પરના ફોટા તથા જીપીએસ બેઝ હાજરી ભરવા બાબતે સ્માર્ટ સીટી અંતર્ગત “ સ્પ્રંટ સીટી 311” નામથી મોબાઇલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી હતી.

મનપાના તમામ કર્મચારી રોજે રોજ તેઓએ કરેલી કામગીરી તેમની હાજરી વિ.બાબતોને તે એપ્લીકેશનમાં અપલોડ કરવાની થતી હતી, એટલું જ નહીં તમામ કર્મચારીઓ તેઓની દૈનિક હાજરી એપ્લીકેશનમાં પંચ ઇન તથા પંચ આઉટ કરી મોબાઇલ એપ્લીકેશનના માધ્યમથી ફક્ત સેલ્ફી લઇ હાજરી ભરી શકાય તેવી એપ્લીકેશન મ્યુ.કોર્પો.દ્વારા તૈયાર કરી તેને સુનિશ્ચિત કરવાની જવાબદારી જે તે ખાતાના એચ.ઓ.ડી.ને સોંપવામાં આવી હતી અને તા.16મી સપ્ટેમ્બર 2022૨ના રોજથી વર્ગ 1,2 અને 3 ના તમામ કર્મચારીઓએ કરેલ ક્ષેત્રીય કામગીરીનો રિર્પોટ તથા હાજરી સદર મોબાઇલ એપ્લીકેશનના માધ્યમથી ભરવાની રહેશે તે બાબતનો સરક્યુલર મ્યુ.કમિશનર દ્વારા કરવામાં આવ્યો હતો તે બાબતનું માર્ગદર્શન આપવા બાબતે ઇ-ગર્વનન્સ ડીર્પા. દ્વારા તમામ ઝોનમાં ટીમ મોકલી એપ્લીકેશન બાબતની જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

તેમ છતાં આજ દિન સુધીમાં માત્ર 2400 જેટલા વિવિધ અધિકારી/કર્મચારીઓ દ્વારા જ એપ્લીકેશનનું રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે હજુ પણ 3300 જેટલા અધિકારી કર્મચારી દ્વારા તે એપ્લીકેશનનું રજીસ્ટ્રેશન નહીં કરાતાં મ્યુ.કમિ દ્વારા થયેલ સરક્યુલરનો અસરકારક અમલ થઇ શકેલ નથી.

તેમણે વધુમાં કહ્યું હતું કે, આ અગાઉ ફેસ રીડીંગ એટેન્ડન્સ કરવા બાબતે જરૂરી અમલીકરણ કરાયેલ હતું, પરંતુ તે સમયે ડે.મ્યુ.કમિ તથા એચ.ઓ.ડી.દ્વારા જ તેનો વિરોધ કરાયેલ હતો. જેથી તે સિસ્ટમનું બાળમરણ થઇ જવા પામેલ હવે તે સિસ્ટમને અપગ્રેડ કરવામાં આવી છે, પરંતુ વર્ગ-1ના અધિકારીઓ તેનું સ્વયં અમલીકરણ કરવા રાજી નથી તેવું જણાઇ રહયું છે. જેથી સ્માર્ટ સીટી અંતર્ગત બનાવેલ સ્પ્રંટ સીટી 311” નામથી મોબાઇલ એપ્લીકેશન માત્ર નામ પુરતી રહી પામે તેવી સંભાવના જણાઇ રહી છે. બીજી તરફ મનપાએ એપ્લીકેશનના અમલીકરણ કરતાં પહેલાં જરૂરી વ્યવસ્થા કરી ન હતી તેમજ વિવિધ ખાતાના એચ.ઓ.ડી. દ્વારા તેનો અમલ કરવા બાબતે જરૂરી વ્યવસ્થા તથા કાર્યવાહી ન થઇ હોવાથી તે એપ્લીકેશનનો ઉપયોગ નહિવત થવા પામેલ છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, સત્તાધારી ભાજપ દ્વારા સ્માર્ટ સીટી જેવા અગાઉ કરેલ વિવિધ સ્લોગનો જેવા કે ડ્રસ્ટ ફ્રી સીટી અમદાવાદને શાધાંઇ બનાવવા, થર્ડ ફાસ્ટેસ્ટ સીટી ઇન ધ વર્લ્ડ, ગ્રીન સીટી- કલીન સીટી, વાઇ ફાઇ સીટી, લવેબલ અને લીવેબલ સીટી, ઝીરો વેસ્ટ સીટી, કલીનએસ્ટ સીટી ઓફ ઇન્ડીયા બાય 2023, પોલ્યુશન ફ્રી સીટી જેવા અનેક સ્લોગનો માત્ર ને માત્ર વાહવાહી મેળવવા માટે કરાયાં હતાં વાસ્તવમાં તેના અમલીકરણ નામે કમનસીબે કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી, સ્માર્ટ સીટીના નામે થયેલ અગાઉના વિવિધ આયોજનો પણ નિષ્ફળ ગયેલ છે.