1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદઃ- ઘુમા સુરીલ વીલો સોસાયટીમાં ‘ક્રિએટીવ સ્ટ્રોક એક્ઝિબિશન’ યોજાયું – નાના ભૂલકાઓની અદ્ભૂત પેઈન્ટિંગ જોવા મળી
અમદાવાદઃ- ઘુમા સુરીલ વીલો સોસાયટીમાં ‘ક્રિએટીવ સ્ટ્રોક એક્ઝિબિશન’ યોજાયું – નાના ભૂલકાઓની અદ્ભૂત પેઈન્ટિંગ જોવા મળી

અમદાવાદઃ- ઘુમા સુરીલ વીલો સોસાયટીમાં ‘ક્રિએટીવ સ્ટ્રોક એક્ઝિબિશન’ યોજાયું – નાના ભૂલકાઓની અદ્ભૂત પેઈન્ટિંગ જોવા મળી

0
Social Share

Sahin Multani

  • ‘ક્રિએટીવ સ્ટોક એક્ઝિબિશન બે દિવસીય આયોજન
  • ચીફ ગેસ્ટ તરીકે રાજેશ બારૈયા ( CN art collage ,MD of web newspaper )એ આપી હાજરી
  • સુધીર ઠક્કર ( school promoter at kokuyu camlin graduate) પણ હાજર રહ્યા

 

અમદાવાદઃ- આજકાલ બાળકોને ભણવાની સાથે સાથે ઈતર પ્રવૃત્તિઓ પણ શીખવાડવામાં આવે છે, બાળકોની સ્કિલને બહાર લાવવા માતા પિતા અથાગ પ્રયત્નો કરે છે અને આ પ્રયત્નોને સાકાર બનાવે છે એક શિક્ષક, ત્યારે અમદાવાદ ખાતે આવેલા ઘુમાગામ સુરીલ વીલો સોયાયટીમાં તારીખ 6 અને 7 ઓગસ્ટના રોજ શૈલી ધીરજ વૈશ અને ટીમ દ્રારા એક ક્રિએટીવ સ્ટ્રોક એક્ઝિબેશન’ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમની શરુઆત દિપ પ્રાગટ્ય સાથે મા સરસ્વતીની આરતી કરીને કરવામાં આવી હતી ,એક્ઝિબિશનનું ઉદઘાટન ચીફ ગેસ્ટ રાજેશ બારૈયા ચીફ ગેસ્ટ રાજેશ બારૈયા (લાયન્સ ઈન્ટરનેશનલ ક્લબમાં ડિરેક્ટર, સીએન આર્ટ કોલેજમાં પ્રોફેસર, હર્ટિએસ્ટ આર્ટ ગ્રૃપ ગુજરાતના  ફાઉન્ડર, ક્રાઈમ બ્રાંચમાં આર્ટિસ્ટ), સુધીર ઠક્કર (સુધીર ઠક્કર, school promoter at kokuyu camlin graduate) અને તેમના પત્ની કિરણ ઠક્કરના હાથે કરવામાં આવ્યું અને ફાઉન્ડર શૈલી વ્યાસ અને કોફાઉન્ડર ધીરજ વૈશ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ સાથે જ ચીફ ગેસ્ટ બનીને આવેલા મહેમાને ‘આઝાદીના 75મા મહોત્વનો’ પણ ઉલ્લેખ કર્યો હતો.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે શૈલી વ્યાસ એક સારા ચિત્રકાર અને આર્ટ કલામાં નિપુણતા ધરાવે છે,તેઓ બાળકોને આર્ટ કલા શીખવે છે અને આ જ બાળકોની પેઈન્ટિંગને એક્ઝિબીશનમાં રાખવામાં આવી હતી.

અહીં માત્ર સિનિયર કેજી થી લઈને ઘોરણ 7 સુધીના બાળકોની પેઈન્ટિંગનું એક્ઝિબીશન યોજાયું હતું ,જેમાં નાના નાના ભૂલકાઓની પેઈન્ટિંગે લોકોના દીલ જીત્યા હતા.

જો આ એક્ઝિબીશનના હેતુંની વાત કરવામાં આવે તો તેમનો હેતું માત્રને માત્ર બાળકોને આ કલામાં પ્રપોત્સાહન આપવાનો હતો, અને બાળકોમાં રહેલી પ્રતિભાને બહાર લાવવાનો હતો, જેને લઈને બાળકોને ચીફ ગેસ્ટના હસ્તે સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા.

ચીફ ગેસ્ટ બનીને આવેલા રાજેશ બારૈયા એ બાળકોને લાઈવ ડેમો પણ આપ્યો હતો.અંદાજે આ એક્ઝિબેશનમાં કુલ 60 થી વધુ પેઈન્ટિંગ રાખવામાં આવી હતી, આ સાથે જ આર્ટ કલા શિક્ષીકા શૈલી વૈશ પોતાના પેઈન્ટિંગ પણ રજૂ કર્યા હતા જેમાં એક અભિનેતા અક્ષય કુમારના સ્ક્રેચે લોકોનું ધ્યાન દોર્યું હતું.

આ સહીત તેમણે અત્યાર સુધી એનક આર્ટ કલા કરી છે,જેમાં ભગવાન બુદ્ધની પેઈન્ટિંગ, કુષ્ણની વાસંળી વગાડતી પેઈન્ટિંગ વગેરેનો સમાવેશ થાય છે. 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code