Site icon Revoi.in

અમદાવાદઃ સ્વચ્છતા હી સેવા- 2024 અભિયાન અંતર્ગત સાયક્લોથોન યોજાઇ

Social Share

અમદાવાદઃ સ્વચ્છતા હી સેવા – 2024 અભિયાનના ભાગ રૂપે તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા અને પર્યાવરણ વિશે જાગૃતિ વધારવાના હેતુથી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આજે સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે યોજાયો હતો.
સાયક્લોથોનમાં PIB, સહિત DoT, આવકવેરા, ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગ, દૂરદર્શન, ઈન્ડિયા પોસ્ટ સહિત ભારત સરકારના વિવિધ વિભાગોની ભાગીદારી જોવા મળી હતી. તેમાં અમદાવાદના વિવિધ સાયકલિંગ સમુદાયોનો પણ સમાવેશ થતો હતો.

સરદાર બ્રિજ, રિવરફ્રન્ટ (પશ્ચિમ)થી શરૂ થયેલો કાર્યક્રમ ગાંધી આશ્રમ પહોંચ્યો હતો. બાપુના આશીર્વાદ લીધા બાદ રેલી રિવરફ્રન્ટ (ઈસ્ટ) થઈ સુભાષબ્રિજ થઈને અંતિમ બિંદુ સુધી ગઈ હતી. સ્વચ્છતા સંકલ્પ લેવા માટે CCA ગુજરાત ખાતે રેલી અધવચ્ચે જ રોકાઈ હતી. આ ઝુંબેશમાં 150થી વધુ સાયકલ સવારોએ ભાગ લીધો હતો, જેમાં સ્વચ્છતા અને સ્વસ્થ અને હરિયાળા ભવિષ્યના સંદેશ સાથે પેડલિંગ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે PIB દ્વારા સ્વચ્છતા અભિયાન પ્રત્યેની જાગૃતતા કેળવવાનો પ્રયાસના ભાગરૂપે સુદર્શન આયંગર દ્વારા લિખિત ગાંધીજી અને સ્વચ્છતા-મહાત્માની પગદંડી પર બુક સહભાગીઓને આપવામાં આવી હતી.

આ સાયક્લોથોનમાં તમામ ઉંમરના સહભાગીઓને આ આનંદથી ભરપૂર ઈવેન્ટમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેમાં માત્ર ફિટનેસ પર જ ધ્યાન આપવામાં આવતું ન હતું પરંતુ સાઈકલિંગ દ્વારા કાર્બન ફૂટપ્રિન્ટ્સ ઘટાડવાના મહત્વ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.