Site icon Revoi.in

ગુજરાતમાં વેક્સિનેશનની કામગીરીમાં અમદાવાદ જિલ્લો મોખરે, 88 ગામોમાં 100 ટકા વેક્સિનેશન

Social Share

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાનો સંભવિત ત્રીજા વેવ પહેલા જ વેક્સિનેશનના કાર્યને પૂર્ણ કરવા સુચના આપવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્યમાં વેક્સિનેશનનો પ્રથમ ડોઝ પૂર્ણ કરવા માટે હેલ્થ વિભાગ ની ટીમ સજ્જ બની છે. આ માટે 200 જેટલા રસીકરણ કેન્દ્રો પર રસી આપવામાં આવી રહી છે. એક દિવસમાં 30 હજાર લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રસી આપવામાં માટે અમદાવાદ ગ્રામ્યમાં મેગા ડ્રાઇવ કરવામાં આવી હતી અને એક જ દિવસમા 30,197 લોકોને વેક્સીન આપી હતી. અત્યારસુધીમાં અમદાવાદ ગ્રામ્યમાં વેકસીન આપવાની 86 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. 88 ગામમાં 100 ટકા વેક્સીનેશનની કામગીરી પૂર્ણ થઈ છે. હાલ ગુજરાતમાં વેક્સિનની કામગીરીમાં અમદાવાદ જિલ્લો મોખરે છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનનો પ્રથમ ડોઝની કામગીરી પૂર્ણ કરવા માટે હેલ્થ વિભાગની ટીમો કાર્યરત છે. 191 વેક્સીન કેન્દ્રો પર એક જ દિવસમાં 30,197 લોકોને વેક્સીન આપી છે.

અમદાવાદ જિલ્લામાં પ્રથમ ડોઝ આપવાની 86 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. 11 લાખ 83 હજારની સામે 10 લાખ 20 હજાર લોકોને પ્રથમ ડોઝ આપાયો છે. 2 લાખ 70 હજાર લોકોને બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. સાથે જ તંત્ર તરફથી લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સમયસર પ્રથમ ડોઝ લઈ લે. અમદાવાદ ગ્રામ્યમાં ઝડપથી રસીકરણ કામગીરી પૂર્ણ કરવા માટે નાઈટ કેમ્પ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હજી પણ જરૂર પડશે તો નાઈટ કેમ્પ કરવામાં આવશે. જો દિવસ દરમિયાન વેકસીન લઈ ન શકે તેવા લોકો માટે રાતે કેમ્પ કરીને રસી આપવામાં આવી રહી છે. તંત્ર તરફથી અમદાવાદ જિલ્લાના ગામડામાં રાત્રે કેમ્પ કરવામાં આવ્યા હતા. જેમાં લોકોએ સારો પ્રતિસાદ આપ્યો છે. વેક્સીનની 100% કામગીરી પૂર્ણ કરવા માટે અમદાવાદ રૂરલ હેલ્થ વિભાગની ટીમ રાત-દિવસ પ્રયાસ કરી રહી છે.