અમદાવાદના વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં અવલ્લ, રૂ. 30 કરોડનો દંડ વસુલાયો
અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં વાહન ચાલકો ટ્રાફિક નિયમોના ભંગ કરવામાં આવલ્લ હોય તેમ એક જ વર્ષમાં ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમના ભંગ બદલ 61 લાખ વાહન ચાલકો સામે કાર્યવાહી કરીને રૂ. 30 કરોડનો દંડ વસુલવામાં આવ્યો છે. વર્ષ 2020માં કોરોનાના મોટી સંખ્યામાં કેસ સામે આવ્યાં હતા. આ દરમિયાન માસ્ક નહીં પહેરવા બદલ 65 હજાર શહેરીજનો પાસેથી દંડ વસુલવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એક વર્ષના સમયગાળામાં હેલ્મેટ અને સીટબેલ્ટના મુદ્દે 2.61 લાખ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આવી જ રીતે સ્ટોપલાઈન અને સાઈનભંગના 1 લાખ, ગેરકાયદે પાર્કિંગ મુદ્દે 94 હજાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. કોરોના કાળમાં ચાર મહિના સુધી ધંધા-રોજગાર અને દૈનિક જીવનચર્યા ઠપ્પ હતી તે વચ્ચે પણ નિયમપાલન માટે કડક કાર્યવાહી કરવામાં આવતાં શહેરના રસ્તા પર ટ્રાફિકની અવરજવર સામાન્ય બની છે. વર્ષ 2020 દરમિયાન ટ્રાફિક પોલીસે કુલ 3.36 લાખ ટુ વ્હીલર ચાલક અને બે લાખ કારચાલક પાસેથી દંડ વસૂલાત કરી હતી. સૌથી વધુ 15.71 કરોડ રૂપિયાની દંડ વસુલાત ટુ વ્હીલર ચાલકો પાસેથી કરાઈ છે. જ્યારે, સીટ બેલ્ટ વિનાના ફોર વ્હીલ ચાલકો પાસેથી 10.79 કરોડની વસુલાત કરવામાં આવી છે. આવી જ રીતે 3.36 લાખ થ્રી વ્હીલર ચાલકો પાસેથી 26 કરોડ રૂપિયા જેવો દંડ વસૂલવામાં આવ્યો છે.
ગુજરાતમાં કોરોનાકાળમાં માસ્ક લોકોના જીવનનો એક ભાગ બની ગયું છે. તેમજ માસ્ક વગર ફરતા લોકોને પકડીને તેમની પાસેથી દંડ વસુલવામાં આવે છે. અમદાવાદમાં પોલીસે માસ્ક વિના 65 હજાર લોકોને પકડીને લગભગ રૂ. 4 કરોડનો દંડ વસુલ્યો છે.