Site icon Revoi.in

અબુધાબી, અને દુબઈમાં ફરીવાર વરસાદની આફત સર્જાતા અમદાવાદ આવતી ફ્લાઈટ્સ મોડી પડી

Social Share

અમદાવાદઃ અબુધાબી, દુબઈ સહિત યુએઈમાં ફરીવાર ભારે પવન સાથે વરસાદ પડતાં અમદાવાદથી યુએઈ જતી-આવતી ફ્લાઈટ્સ પ્રભાવિત બની હતી. દૂબઈ અને અબુધાબીથી અમદાવાદ આવતી ફ્લાઈટ્સ દોઢથી બે કલાક મોડી પડી હતી. જેમાં સવારે 5:45 કલાકે અબુધાબીથી અમદાવાદ એરપોર્ટ પર આવનારી એર અરેબિયાની ફ્લાઇટ દોઢ કલાકના વિલંબ બાદ 7:15 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચી હતી. આ ઉપરાંત અબુધાબીથી અમદાવાદ આવતી ઇન્ડિગો એરલાઇન્સની અને દુબઈથી અમદાવાદ આવતી એમીરેટ્સની ફ્લાઇટ અડધા કલાક માટે વિલંબિત થઇ હતી. તથા સવારે 8 વાગ્યે અબુ ધાબીથી અમદાવાદ આવતી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ 6E1404ને કોચિન એરપોર્ટ પર ડાઇવર્ટ કરવામાં આવી હતી.

અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યુએઈથી આવતી ફ્લાઈટસ તેના નિર્ધારિત સમય કરતા મોડી પડી હતી. યુએઈમાં ફરીવાર વરસાદે આફત સર્જી છે. અબુધાબી અને દુબઈમાં ઝડપી પવન ફૂંકાવાની સાથે વરસાદ આવતા હવાઈ સેવા પ્રભાવિત બની હતી. દુબઈ અને અબુ ધાબીથી અમદાવાદ આવતી કેટલીક ફ્લાઇટ વિલંબિત થઇ હતી તથા અમદાવાદથી યૂએઈના શહેરોમાં જતી ફ્લાઇટ પણ વિલંબિત થઇ હતી. જેમાં સવારે 5:45 કલાકે અબુધાબીથી અમદાવાદ એરપોર્ટ પર આવનારી એર અરેબિયાની ફ્લાઇટ દોઢ કલાકના વિલંબ બાદ 7:15 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચી હતી. આ ઉપરાંત અબુધાબીથી અમદાવાદ આવતી ઇન્ડિગો એરલાઇન્સની અને દુબઈથી અમદાવાદ આવતી એમીરેટ્સની ફ્લાઇટ અડધા કલાક માટે વિલંબિત થઇ હતી. તથા સવારે 8 વાગ્યે અબુ ધાબીથી અમદાવાદ આવતી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ 6E1404ને કોચિન એરપોર્ટ પર ડાઇવર્ટ કરવામાં આવી હતી.

આ ઉપરાંત દુબઈથી અમદાવાદ આવતી સ્પાઇસ જેટ એરલાઇન્સની ફ્લાઇટ પોણા 2 કલાક જેટલા સમય માટે વિલંબિત થઇ હતી. ઇન્ડિગો એરલાઇન્સની અન્ય એક ફ્લાઈટ કે જે દુબઈથી અમદાવાદ એરપોર્ટ પર સવારે 9:35 કલાકે પહોંચવાની હતી તે 3 કલાકના વિલંબ બાદ 12:34 કલાકે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-2 ખાતે પહોંચી હતી. માત્ર  યુએઈથી અમદાવાદ એરપોર્ટ આવતી ફ્લાઈટ જ નહીં પરંતુ UKના લંડનથી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ સવારે 9:20 કલાકે ઉતરાણ કરવાની હતી તેને બદલે 10:40 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચી હતી.