અમદાવાદઃ દેશમાં સ્માર્ટસિટી મિશન અંતર્ગત હેઠળ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરાની સાથે દાહોદની પણ પસંદગી કરવામાં આવી છે. તેમજ આ માટે કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેથી આ નગરોમાં વધુ સારી હેલ્થકેર સિસ્ટમ, ગવર્નેન્સ, ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ, સિક્યોરિટી સર્વિલેન્સ, સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રકર્ચર, રોજગારની તકો જેવી સુવિધાઓ ઉમેરાશે. કેન્દ્ર સરકાર દ્વારા 2 હજાર 326 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર સ્માર્ટ સિટી મિશન અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને દાહોદ શહેરની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદને 459.34 કરોડ, ગાંધીનગરને 315.305 કરોડ, રાજકોટને 386.76 કરોડ, સુરતને 490 કરોડ, દાહોદને 293 કરોડ અને વડોદરા શહેરને 382 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
સ્માર્ટ સિટીઝમાં વધુ સારી હેલ્થકેર સિસ્ટમ, ગવર્નેન્સ, ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ, સિક્યોરિટી સર્વિલેન્સ, સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રકર્ચર, રોજગારની તકો જેવી સુવિધાઓ શામેલ છે. સ્માર્ટ સિટીઝ મિશનનું લક્ષ્ય શહેરોમાં વધી રહેલી ભીડભાડ અને ટ્રાફિકને ઘટાડવાનું, નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું અને પ્રદૂષણ ઘટાડવાનું છે. એટલું જ નહીં રોડ એક્સિડેન્ટ્સને રોકવા તેમજ સાઈકલ ચાલકો માટે અલગ માર્ગ બનાવવા જેવી સુવિધાઓ આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યનું એકમાત્ર હેરિટેઝ સિટી અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક ગણો વિકાસ થયો છે. જેની નોંધ કેન્દ્ર સરકારે પણ લીધી હતી. એટલું જ નહીં હજુ પણ વિકાસલક્ષી પ્રોજેક્ટો ઉપર કામ કરવામાં આવી રહ્યું છે. હવે દાહોદનો પણ આઠ મેટ્રોસિટી જેવો વિકાસ થશે, જેનો લાભ પણ દાહોદની પ્રજાને મળશે.