1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદઃ સિરામિક જૂથ અને ફાઈનાન્સ પેઢી ઉપર આવકવેરા વિભાગના દરોડા
અમદાવાદઃ સિરામિક જૂથ અને ફાઈનાન્સ પેઢી ઉપર આવકવેરા વિભાગના દરોડા

અમદાવાદઃ સિરામિક જૂથ અને ફાઈનાન્સ પેઢી ઉપર આવકવેરા વિભાગના દરોડા

0
Social Share

અમદાવાદઃ શહેરમાં જાણીતા સિરામિક જૂથ અને ખાનગી ફાઈનાન્સ પેઢી ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડતા ખળભળાટ મચી ગયો હતો. આવકવેરા વિભાગના અધિકારીઓએ પોલીસની મદદથી 35થી વધારે સ્થળો ઉપર તપાસ શરૂ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર જાણીતી સિરામિક ગ્રુપની અમદાવાદ શહેરના ઈસ્કોન ચાર રસ્તા પાસે આવેલી ઓફિસ અને ગ્રુપના સંચાલકના નિવાસસ્થાન તથા વ્યવસાયના સ્થળો ઉપર દરોડા પાડીને તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત ફાઈનાન્સ પેઢીની અમદાવાદ અને હિંમતનગરમાં આવેલી ઓફિસમાં પણ તપાસ કરવામાં આવી હતી. આવકવેરા વિભાગના 200થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. બીજી તરફ, મોરબીમાં પણ એક જોઈન્ટ વેન્ચર પર તપાસ થઈ રહી છે.

આવકવેરા વિભાગની ટીમોએ બંને ગ્રુપના સંચાલકો અને વ્યવસાયના સ્થળો મળીને 35થી વધારે સ્થળો ઉપર સર્ચ-સર્વેની કામગીરી કરી હતી. આ દરમિયાન કેટલાક વાંધાજનક દસ્તાવેજ મળી આવ્યાં હોવાનું જાણવા મળે છે. તેમજ હિસાબના ચોપડા પણ જપ્ત કરવામાં આવ્યાં હતા. દરોડાના અંતે કરોડની કરચોરી સામે આવવાની શકયતા છે. બીજી તરફ દરોડાના પગલે સિરામિકના વ્યવસાય સાથે જોડાયેલા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code