Site icon Revoi.in

અમદાવાદ: હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં વધારો

Social Share

અમદાવાદમાં હીટવેવના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન ખાતાની અગાહી પ્રમાણે થોડા દિવસ ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા દેખાતી નથી. હીટવેવના કારણે અમદાવાદમાં ગરમીના કારણે લૂ લાગવાના, ઝાડા – ઉલ્ટીના કેસમાં ઉછાળો આવ્યો છે.

અમદાવાદમાં આજે મહત્તમ 45 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચ્યો છે. મે મહિનામાં 18 દિવસોમાં અમદાવાદમાં 108ને 4 હજાર 131 કોલ મળ્યા છે. કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં 216 દર્દીઓને સારવાર આપવામાં આવી છે. સૌથી વધુ 8 મે ના 108ને 286 કોલ મળ્યા હતા.

રાજ્યવાસીઓને આગામી 6 દિવસ તો ગરમીમાંથી કોઈ રાહત નહીં મળે. અમદાવાદમાં આજનું મહત્તમ તાપમાન 45 ડિગ્રીએ પહોંચ્યુ છે. 20મી મેએ મહત્તમ પારો 44 ડિગ્રીએ જઈ શકે છે. 21મે એ અમદાવાદમાં 45 ડિગ્રી તાપમાન પહોંચી શકે છે. 22મે થી 24મે સુધી અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

આ તરફ હીટવેવને લઈને કૃષિમંત્રી રાઘવજી પટેલને જણાવ્યુ કે હીટવેવથી બચવા જરૂરી પગલા લેવા માટેની સૂચના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે. તથા તમામને સાવચેત રહેવા પણ સૂચના આપવામાં આવી છે.