અમદાવાદ જગન્નાથની રથયાત્રામાં કોમી એકતાના થયા દર્શન, મુસ્લિમ બિરાદરોએ ભગવાન જગન્નાથને આવકાર્યા
અમદાવાદઃ- આજરોજ અમદાવાદ ખાતે ભગવાન જગનન્નાથની 1465મી રથયાત્રા નીકળી રહી છએ આ યાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા છે. ત્યારે આજરોજ આ યાત્રા દરમિયાન કોમી એતાના પણ દર્શન થયા હતા.
મુસ્લિમ બિરાદરો દ્રારા અહી ભગવાનને આવકારવામાં આવ્યા હતા જે એકતાનું પ્રતિક દર્શાવી જાય છે.અહી જોવા મળ્યું હતું કે મુસ્લિમ સમાજના લોકો ભગવાનને આવકારવા આવ્યા
જાણકારી અનુસાર જ્યારે આ રથયાત્રા જમાલપુર પગથિયાથી આગળ વધી કોર્પોરેશન પહોંચી ત્યારે ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી રહી છે.
બીજી તરફ ખાડિયા વિસ્તાર અને કોર્પોરેશન બહાર લોકો આતુરતાથી ભગવાનના આગમનની રાહ જોઈને રસ્તાની બન્ને બાજુ ઉભા રહી ગયા છે. અહી મુસ્લિમ સમાજના લોકો પણ ભગાવવાને આવકારવા આવી પહોંચ્યા છે.મુસ્લિમ સમાજના લોકોના મનમાં પણ ભગવાન જગન્નાથ પ્રત્યે અનેરોભાવ અને શ્રદ્ધાના દર્શન થયા હતા.
જગન્નાથની યાત્રા જે માર્ગે મીકળી રહી છે ત્યાં આજુબાજુ માર્ગો પર દરેક ઘર્મના લોકો ફભગવાનની એક ઝલક નિહાળવા આવી પહોચ્યા છે અટલું જ નહી લોકો પોતાના ઘરના ઘાબા પર ચઢીને ભગવાન નાથના દર્શક કરવાનો લવ્હાવો લઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે દર વર્ષે અષાઢ માસની શુક્લ પક્ષની બીજી તિથીએ ભગવાન જગન્નાથની રથયાત્રા શરુ થાય છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર રથમાં સવાર થઈને શહેરની યાત્રા પર નીકળ્યા છે. આ યાત્રામાં પોલીનો ચુસ્ત બદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વખતે ટેકનોલોજીનો ઉપયોગ સુરક્ષામાં કરાયો છે.મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી છે.