અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના દ્વારા માય ફર્સ્ટ વોટ ફોર મોદી અભિયાનનું લોન્ચિંગ કાર્યક્રમ આજરોજ પ્રદેશ મીડિયા સેન્ટર અમદાવાદ ખાતે રાષ્ટ્રીય યુવા મોરચાના મહામંત્રી અને યુવા મોરચાના પ્રભારી રોહીત ચહલજીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. 18 થી 25 વર્ષના જે યુવાનો પ્રથમ વખત મતદાન કરવાના છે તેમને ધ્યાને રાખી યુવા મોરચા દ્વારા આ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. યુવા મોરચાના પ્રમુખ ડો. પ્રશાંત કોરાટે માય ફર્સ્ટ વોટ અભિયાનનું ટી શર્ટનું લોન્ચિંગ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી વિઘાનસભાની ચૂંટણી ટુંક સમયમાં યોજાશે ત્યારે ભાજપ યુવા મોરચા દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના માર્ગદર્શનમાં આગામી સમયમાં માય ફર્સ્ટ વોટ ફોર મોદી અભિયાન થકી મહા સંપર્ક અભિયાન ચલાવાશે.
આ અભિયાન ડિજિટલ માધ્યમ થકી ત્રણ તબક્કામાં યોજાનાર છે. આ અભિયાનમાં 18 થી 25 વર્ષના યુવા મતદારોને ડબલ એન્જિનની સરકાર થકી જે વિવિધ વિકાસ કાર્યો થયા છે તેની સંપુર્ણ માહિતી આપવામાં આવશે અને આવનાર વિઘાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરવા પ્રેરણા આપવમાં આવશે. યુવા મતદારો ભાજપના શુભેચ્છક બને તે માટે પ્રયાસ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ અભિયાન ત્રણ તબક્કામાં યોજાશે જેમાં પ્રથમ તબકક્કામાં 10 થી 16 તારીખ સુઘી યોજાશે જેમાં ગુજરાતની કોલેજ, હોસ્ટેલ,ક્લાસીસમાં જઇ યુવા વિદ્યાર્થીઓનો સંપર્ક કરવમાં આવશે. કોલેજમાં યુવા વિદ્યાર્થીઓમાં માય ફર્સ્ટ વોટ ફોર મોદી વિષય પર વકતૃત્વ સ્પર્ધા યોજાશે.
બીજા તબક્કામાં 30 નવેમ્બરથી 10 ઓક્ટોબર સુઘી જયારે ત્રીજો તબક્કો 5 નવેમ્બરથી 10 નવેમ્બર દરમિયાન યોજાશે. બીજા અને ત્રીજા તબક્કમાં યુવા મોરચાના કાર્યકરો શહેરના જાહેર સ્થળો પર પેમ્પલેટ, પ્લે કાર્ડ અને પત્રિકા વિતરણ કરવમાં આવશે. રાજયના ગામડા અને શહેરના બુથમાં આ અભિયાન ચાલશે.
રાજયના ગામડામાં 20 થી 25 યુવા કાર્યકરો ભારતીય જનતા પાર્ટીના ધ્વજ લઇ યુવા મતદારોને સંપર્ક કરશે. રાજયમાં વિઘાનસભામાં યુવા મરોચાના કાર્યકરો રાજયના યુવાનો વધુમાં વધુ મતદાન કરે તે માટે પ્રયાસ કરવમાં આવશે. ગુજરાતમાં આશરે 48 લાખ નવા મતદારો ગત પાંચ વર્ષમાં જોડાયા છે કે જે મતદારો પહેલી વખત મતદાન કરશે તે તમામ મતદારો ભાજપના શુભેચ્છક બનાવવા પ્રયાસ કરવમાં આવશે.