અમદાવાદઃ શિક્ષાના ક્ષેત્રમાં કાર્યરત પુનરૂત્થાન વિદ્યાપીઠ દ્વારા 1051 ગ્રંથોના લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રકલ્પનું નામ જ્ઞાનસાગર મહાપ્રકલ્પ છે. ગ્રંથોનું લોકાર્પણ આરએસએસના વડા મોહન ભાગવતજીના હસ્તે કરવામાં આવશે. આવતીકાલે બપોરના સમયે ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં ગ્રંથોનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગ્રે અધ્યક્ષ તરીકે જુનાપીઠાધીશ્વર મહામંડલેશ્વર શ્રી અવધેશાનંદગિરિ મહારાજ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે રાષ્ટ્રીય સેવિકા સમિતિના પ્રમુખ સંચાલિકા શાંતાક્કા ઉપસ્થિત રહેશે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના સરસંઘચાલક મોહનજી ભાગવત આવતીકાલે અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ સાંજના સમયે આરએસએસ, કર્ણાવતી આયોજીત સમાજશક્તિ સંગમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ગુજરાત યુનિવર્સિટીના મેદાનમાં આયોજીત આ કાર્યક્રમમાં મોહન ભાગવતજી સંઘના કાર્યકરોને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આરએસએસના સ્વયંસેવકો ઉપસ્થિત રહેશે.