અમદાવાદ મંડળે એપ્રિલથી ઓક્ટોબર સુધીમાં માલ પરિવહન દ્વારા 2778.1 કરોડ રૂપિયાની કમાણી કરી
- અમદાવાદ મંડળે માલ પરિવહનમાં કરોડોની કરી આવક
- એપ્રિલ થી ઓક્ટોબરના સમયગાળામાં કરી આવક
- 2778.17 કરોડ રૂપિયાની આવક મેળવી ને સીમાચિહ્નો હાંસલ કર્યા
અમદાવાદ મંડળે 1 એપ્રિલ, 2021 થી 31 ઓક્ટોબર, 2021 સુધીના સમયગાળામાં માલ પરિવહન માં 2778.17 કરોડ રૂપિયાની આવક મેળવી ને સીમાચિહ્નો હાંસલ કર્યા છે.
મંડળ રેલ પ્રબંધક શ્રી તરુણના ઊર્જાસભર નેતૃત્વ, સક્ષમ માર્ગદર્શન અને દૂરંદેશી પ્રેરણાના પરિણામે આ મોટી સિદ્ધિ શક્ય બની છે.
મંડળ રેલ પ્રવક્તાએ માહિતી આપતા જણાવ્યું હતું કે અમદાવાદ મંડળના કુકુમા સ્ટેશનથી 11 નવેમ્બર, 2021થી લેટેરાઈટ લોડિંગ કરવાનું નવું પરિવહન (ટ્રાફિક) શરૂ થઈ રહ્યું છે.જેમાં કુકુમા સ્ટેશનથી લેટેરાઈટની અવરજવર માટે જે.કે. સીમેન્ટ સાઇડિંગ મગરોલ, મંગલમ સિમેન્ટ વર્ક્સ મોરક, વન્ડર સિમેન્ટ સાઇડિંગ નીમચ, પન્ના સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિ. ગુંટાકલ, નંદયાલ, અલ્ટ્રાટેક સિમેન્ટ ગુંટાકલ ને સ્ટેશન થી સ્ટેશન સુધી માલ પરિવહન માં છૂટના પ્રસ્તાવને મંજૂરી આપી છે. જેમાં મંડળ ને લગભગ 7 કરોડ રૂપિયા ની વાર્ષિક આવક પ્રાપ્ત થશે.
DFCCILના નવા સવાઈ માધોપુર થી અમદાવાદ મંડળના સામાખિયાલી સ્ટેશનની વચ્ચેના રો-રો ટ્રાફિકને રેલવે બોર્ડની મંજૂરી મળી ગઈ છે. જલ્દી થી અહીંયા પણ ટ્રાફિક શરૂ થઈ જશે.
મતનગર સ્ટેશનથી ઘઉંના નવા બાહ્ય પરિવહન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ઑક્ટોબર 2021ના મહિના માં 2.5 રેકોંની લોડીંગ થી લગભગ 1.59 કરોડ રૂપિયાની કમાણી આપી રહ્યા હતા.
અમદાવાદ મંડળમાં કુલ મળીને એપ્રિલ 2021થી ઑક્ટોબર 2021ના સમયગાળામાં માલ પરિવહન માંથી 2778.17 કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત થઈ છે.
અમદાવાદના મંડળ રેલ પ્રબંધક તરુણ જૈનના માર્ગદર્શન હેઠળ BDU (બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ)ના અથાક પ્રયત્નોને કારણે, ઉપરોક્ત સમયગાળા દરમિયાન વાણિજ્ય વિભાગના અધિકારીઓ અને નિરીક્ષકો દ્વારા સ્થાનિક વેપારીઓ સાથે ઘણી બેઠકો યોજવામાં આવી છે. જેના પરિણામ સ્વરૂપે મંડળને આ સિદ્ધિ પ્રાપ્ત થઇ છે.