Site icon Revoi.in

અમદાવાદઃ મુખૌટે આર્ટ ગેલરીમાં મંગલારંભ-3 પ્રદર્શન, વિવિધ કૃતિઓ જોઈ કલાપ્રેમીઓ અભિભૂત બન્યાં

Social Share

અમદાવાદઃ ગુજરાતના યુવા કલાકોરોને પ્રોત્સાહન આપતા જાણીતા મુખૌટે ક્રિએટિવ આર્ટ ફાઉન્ડેશન મંચ દ્વારા મંગલારંભ-3 પ્રદર્શનનો આજથી પ્રારંભ થયો છે. શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી મુખૌટે આર્ટ ગેલરી 30 જેટલા કલાકારોની 60 કૃતિઓ પ્રદર્શનમાં મુકવામાં આવી છે. 24 જાન્યુઆરી સુધી ચાલનારા આ પ્રદર્શનને નિહાળવા માટે મોટી સંખ્યામાં કલાપ્રેમીઓ આવી રહ્યાં છે.

‘મંગલારંભ-3’ના કલાકારોમાં નીલુ પટેલ, આન્સી દેસાઈ, અર્ચના પટેલ, ભારતી પરીખ, દામીની મેવાડા, ધારા મેવાડા, ડિમ્પલ ટેલર, ડો.એ.કે.મહેતા, ડો.કૃષ્ણા વ્યાસ, ગીરિશ પટેલ, ગઝાલા નરમાવાલા, હેમંત પંડ્યા, જય નાણાવટી, કલગી શાહ, માયા જનસારી, મહેશ વાટલિયા, મોનાલી ગજ્જર, મુકેશ પટેલ, નયના મેવાડા, નેહા સોલંકી, પ્રકાશચંદ્ર ટેલર, પ્રભાવના શૈલેષ, પ્રદીપકુમાર જોશી, પ્રજ્ઞેશા જાદવ, પૂજા સિવંલ, રામક્રિષ્ણા અગ્રવાલ, તનુશ ગાંધી, શ્વેતા જોશી અને વિશાખા પંચાલનો સમાવેશ થાય છે. જેમણે પોતાની આગવી શૈલીમાં તેમની કલાકૃતિઓ રજૂ કરી છે.