અમદાવાદના સાંસદ ડો. કિરીટ સોલંકીએ 200થી વધુ દર્દીઓને ટેલિમેડિસિન આપીને કોરોનામાંથી સાજા કર્યા
અમદાવાદઃ કોરોના કાળમાં અમદાવાદના સાંસદ ડોક્ટર કિરીટ સોલંકીએ ટેલિમેડિસીન આપીને કોરોનાના દર્દીઓને સારવાર કરી રહ્યા છે. ડો. સોલંકી સાથે બીજા 5 ડોક્ટર પણ જોડાયેલા છે. તેમણે અત્યાર સુધી 200 જેટલા કોરોનાના દર્દીઓને ટેલિમેડિસિનથી સાજા કર્યા છે.
અમદાવાદ પશ્વિમના સાંસદ ડો. કિરીટ સોલંકી અને તેમની પેનલના ડોક્ટર દર્દીઓને ટેલિમેડિસિન મારફતે સલાહ આપીને મદદ કરે છે. આ માટે ખાસ QR કોડ અને વેબસાઈટ પર સંપર્ક કરતાં ટેલિમેડિસિન મળે છે. અત્યાર સુધી તેમણે 200 લોકોને ટેલિમેડિસિનથી મદદ પહોંચાડી છે, જેમાં બધા રિકવર થઈ ગયા છે. કોરોનાનાં સમયમાં અનેક નેતા અને ડોક્ટર પોતાની ફરજ ભૂલીને કામ કરતા હોવાનું જોવા મળતું હતું.આ સમયે કેટલાક લોકો પોતાની ફરજ બજાવવાનું ચૂક્યા નથી.આવી રીતે શહેરના એક ડોક્ટર અને રાજકારણીએ તેની બન્ને ફરજ નિભાવી છે.
અમદાવાદ પશ્ચિમના સંસદસભ્ય કિરીટ સોલંકીએ હાલ કોરોના દર્દીઓને છેલ્લા 30 દિવસથી વધુ સમયથી ટેલિમેડિસિનદ્વારા સારવાર કરી રહ્યા છે.એટલું જ નહીં દવા પ્રિસ્ક્રિપ્શન પણ આપ્યા બાદ એક વ્યક્તિ હોમ ડિલિવરી કરે તે માટેની વ્યવસ્થા કરી છે. આખા બીજા વેવમાં અનેક લોકોની આર્થિક સ્થિતિ ખરાબ થઈ જતા હવે તેમને કીટ આપવાની પણ વ્યવસ્થા કરવામા આવી રહી છે. ડો. કિરીટ સોલંકીએ આ વર્ષની તમામ ગ્રાન્ટ વાપરી નાંખી છે, જેમાં એલ જી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ માટે મદદની સાથે સ્માર્ટ સ્કૂલમાં પોતાની ગ્રાન્ટ આપી દીધી છે