1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટઃ સરસપુર-કાળુપુર વચ્ચે ઓગસ્ટ મહિનાથી શરૂ થશે સ્ટેશનનું કામ
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટઃ સરસપુર-કાળુપુર વચ્ચે ઓગસ્ટ મહિનાથી શરૂ થશે સ્ટેશનનું કામ

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટઃ સરસપુર-કાળુપુર વચ્ચે ઓગસ્ટ મહિનાથી શરૂ થશે સ્ટેશનનું કામ

0
Social Share

અમદાવાદઃ દેશમાં સૌ પ્રથમ અમદાવાદ-મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામમાં ઝડપ લાવવાની સુચના આપી દેવામાં આવી છે. ધ નેશનલ હાઈ-સ્પીડ રેઈલ કોર્પોરેશન લિમિટેડ  આખરે આ વર્ષના ઓગસ્ટ મહિના સુધીમાં અમદાવાદ રેલવે સ્ટેશનના છેડે આવેલા સરસપુર ખાતે સ્ટેશન-કમ-કોરિડોરના કન્ટ્રક્શન માટેનો કોન્ટ્રાક્ટ આપશે.

સૂત્રોના જણાવ્યા મુજબ બુલેટ ટ્રેનના સ્ટેશન માટે  ટેન્ડરની ચકાસણી કરવામાં આવી રહી છે અને આ વર્ષના ઓગસ્ટ સુધીમાં ટેન્ડર નક્કી કરવામાં આવશે. એકવાર ટેન્ડર નક્કી થઈ જાય બાદમાં સ્ટેશન તેમજ એલિવેટેડ કોરિડોરનું કામ શરૂ કરવામાં આવશે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટેનું એલિવેટેડ કોરિડોર હાલના સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 11 અને 12 પર રહેશે. એલિવેટેડ કોરિડોરના નીચેના વિસ્તારનો ઉપયોગ રેલવે દ્વારા ટ્રેનની સર્વિસ માટે કરવામાં આવશે.

NHSRCLએ યુટિલિટી લાઈન્સને શિફ્ટ કરવાનું કામ પહેલાથી શરૂ કરી દીધું છે. યુટિલિટીને શિફ્ટ કરવાના ભાગરૂપે, અમદાવાદ રેલવે સ્ટેશન પર ડીઝલ પાઈપલાઈનને પણ હાઈ-સ્પીડ રેલવે સ્ટેશન માટે રસ્તો બનાવવા માટે સ્થળાંતર કરવામાં આવી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદના  કાલુપુરની સાથે સાબરમતી સ્ટેશનને લઈને કામ શરૂ કરવામાં આવશે અને ડિઝાઈનને પણ મંજૂરી મળી ગઈ છે. કાલુપુર સ્ટેશનમાં મેટ્રો (અંડરગ્રાઉન્ડ), રેલવે સ્ટેશન (ગ્રાઉન્ડ લેવલ) અને બુલેટ ટ્રેન (એલિવેટેડ)નું એકીકરણ હશે, જ્યારે સાબરમતી સ્ટેશનમાં રેલવે અને મેટ્રો એકસાથે હશે.

નવી બિલ્ડિંગ માટે માર્ગ બનાવવા માટે સરસપુર તરફના રેલવે સ્ટેશનની બિલ્ડિંગને તોડી પાડવામાં આવશે, જ્યાંથી મુસાફરો રેલવે, NHSRCL અને અમદાવાદ મેટ્રોની ટ્રેનમાં બેસી શકશે.  હાલના સ્ટેશનની પૂર્વ તરફનું સ્ટેશન મુસાફરોને એક મોડથી બીજામાં ઝડપથી સ્વિચ કરવાની મંજૂરી આપશે. આ બિલ્ડિંગમાં એસ્કેલેટર અને એલિવેટર્સ તેમજ મુસાફરો માટે ઓફિસ, પેસેન્જર લોન્જ, ટી એન્ડ કોફી સ્ટોલ સહિતની અન્ય સુવિધાઓ હશે.

એકીકૃત બિલ્ડિંગ હાલના પશ્ચિમ રેલવે ફુટ ઓવર બ્રિજને ભારતીય રેલવેના કોઈપણ પ્લેટફોર્મ પર મુસાફરોની સવલત માટે જોડાણો આપશે. સ્ટેશનમાં હાલમાં 12 પ્લેટફોર્મ છે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આશરે 25 હજાર કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટના ભાગરૂપે વિવિધ ભાગમાં નિર્માણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code