અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં 586 અધિકારી-કર્મચારીઓની સાગમટે આંતરિક બદલી
અમદાવાદઃ શહેરમાં મનપા દ્વારા વર્ષો સુધી એક જ જગ્યા ઉપર ફરજ બજાવતા કર્મચારીઓ સહિત કુલ 586 જેટલા અધિકારી-કર્મચારીઓની સાગમટે બદલીઓ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. કોર્પોરેશનના ઈજનેરી શાખામાં સૌથી વધારે કર્મચારીની બદલી કરવામાં આવી છે. આગામી દિવસોમાં કોર્પોરેશનના વિવિધ વિભાગમાં હજુ પણ અધિકારી-કર્મચારીઓની બદલી કરવામાં આવે તેવી શકયતા છે.
આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર એએમસીમાં માટાપાયે બદલીઓ કરવામાં આવી છે. કોર્પોરેશનના વિવિધ વિભાગ જેવા કે ઈજનેર, લાઈટ અને વોટર પ્રોજેક્ટ વિભાગના 586 અધિકારીઓ અને કર્મચારીઓની સાગમટે બદલી કરવામાં આવી છે.
તંત્ર દ્વારા ત્રણ ઓર્ડરમાં આંતરિક બદલીઓનો આદેશ કર્યો છે. અનેક કર્મચારી-અધિકારીઓ વર્ષો સુધી ફરજ બજાવતા હતા. તેમની પણ બદલી કરવામાં આવી છે. સૌથી વધુ ઈજનેર ખાતામાં 381 કર્મચારીની બદલી કરાઈ છે. એએમસીમાં સાગમટે બદલીઓને પગલે કર્મચારીઓમાં ગણગણાટ શરુ થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસ થયો છે. અમદાવાદની વિકાસની નોંધ દેશના વિવિધ રાજ્યોએ પણ લીધી છે.