Site icon Revoi.in

અમદાવાદ મ્યુનિ. સંચાલિત હોસ્પિટલોમાં હવે શહેરના દર્દીઓને જ સારવાર મળશેઃ આધારકાર્ડ જરૂરી

Social Share

અમદાવાદ:  શહેરમાં કોરોનાના કેસ વધતા ખાનગી અને સરકારી હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે. તંત્ર દ્વારા કોરોના પર કાબૂ મેળવવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ક્યારેક કેટલા નિર્ણયો પ્રજા માટે આર્શિવાદરૂપ નિવડી રહ્યા છે તો કેટલાક નિર્ણયોએ પ્રજાની મુશ્કેલી પણ વધારી રહ્યા છે.  હાલમાં કોરોના દર્દીઓ માટે વધુ એક મુસીબતવાળો નિર્ણય લેવામાં આવ્યો છે. જે નિર્ણય અંતગર્ત અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત  હોસ્પિટલોમાં ફક્ત અમદાવાદીઓને સારવાર મળશે.

હવે અમદાવાદનું આધાર કાર્ડ હોય તેવા દર્દીઓને જ દાખલ કરવામાં આવે છે. આ ઉપરાંત 108 દ્વારા જ દાખલ કરવાનો નિર્ણય અમલમાં છે.  ઉપરાંત ધંવંતરિ હોસ્પિટલોમાં પણ આ વિવાદિત નિર્ણય લાગૂ કરવામાં આવ્યો છે.  તંત્રના જડ નિયમોનો હજારો લોકો ભોગ બની રહ્યા છે. આ મામલે તંત્રના એકપણ અધિકારી કંઇપણ બોલવા માટે તૈયાર નથી. ગુજરાતમાં  રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતાં કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટીને  75.54 ટકાએ પહોંચ્યો હતો.