અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવેલ અને ફ્લાવર શોની તૈયારીઓ શરૂ
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાં હવે આવતી કાલે સોમવારે ભૂપેન્દ્ર પટેલની નવી સરકારનું ગઠન પણ થઈ જશે. સરકારી કચેરીઓમાં કામકાજ પણ રાબેતા મુજબ બની જશે. દરમિયાન અમદાવાદ ન્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ 25મી ડિસેમ્બરથી યોજાનાર કાંકરિયા કાર્નિવેલ અને રિવરફ્રન્ટ પર યોજાનારા ફ્લાવર શોની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કાંકરિયાકાર્નિવેલ અને ફ્લાવર શોની તૈયારીઓ શરૂ કરી દીધી છે. શહેરના રિવરફ્રન્ટના ફ્લાવર ગાર્ડન ખાતે નાની ક્યારીઓ વાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જો કે, હજુ સુધી કાર્નીવલ અને ફ્લાવર શૉની તૈયારીઓની થીમ ટૂંક સમયમાં નક્કી થશે. ગુજરાતના નવા મુખ્યમંત્રીના શપથવિધિ બાદ થીમ નક્કી કરવા AMCમાં બેઠક મળશે. બીજી બાજુ કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી બંને કાર્યક્રમો રદ કરવાની ફરજ પડી હતી. પરંતુ હવે કોઈ બંધન નડી રહ્યા નથી. એટલે આ વર્ષે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શોની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં વિદેશથી મોટી સંખ્યામાં હરિભક્તો આવી રહ્યા હોવાથી તેમને પણ કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શોનો લાભ મળે તેવું આયોજન કરાશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, , કોરોના મહામારીના કારણે ફ્લાવર શો અને કાંકરિયા કાર્નિવલ રદ કરવાની ફરજ પડી હતી. છેલ્લા 2 વર્ષથી કાંકરિયા કર્નિવલ અને ફ્લાવર શો રદ કરાયો હતો. ત્યારે હવે આ વર્ષે કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શોની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. (file photo)