અમદાવાદઃ શહેરના મ્યુનિ.કમિશનર એમ.થેન્નારસને આજે વર્ષ 2023-24નું રૂપિયા 8400 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. ડ્રાફ્ટ બજેટમાં 10 વર્ષ બાદ કરવેરામાં નવા સુધારા સૂચવવામાં આવ્યા છે. શહેરીજનો પર પહેલીવાર એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જિંગ નવો દર ઉમેરવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરના મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસને વર્ષ 2023-24નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે, ગત વર્ષના રૂ.8111 કરોડના ડ્રાફ્ટ બજેટની સામે રૂ.8400 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. 10 વર્ષ બાદ બજેટમાં નવા કરવેરાનો ઉમેરો કરવામાં આવ્યો છે. એએમસી ચાલુ નાણાંકીય વર્ષમાં શહેરીજનો પર ટેક્સમાં વધારો સૂચવવામાં આવ્યો છે. આ ઉપરાંત પહેલીવાર એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જિસ નવો દાખલ કરાયો છે. જેમાં પ્રતિ ચોરસ મીટર રહેણાંક અને બિનરહેણાંક માટે નક્કી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ યુઝર ચાર્જિસમાં પણ વધારો સૂચવવામાં આવ્યો છે. કારણ કે સોલિડ વેસ્ટ વિભાગ પાછળ એએમસી દર વર્ષે અંદાજીત 800 કરોડનો ખર્ચે કરે છે. તો બીજી તરફ યુઝર ચાર્જિસ વચ્ચે માત્ર 50 કરોડની આવક થાય છે. નવો યુઝર ચાર્જિસ ઉમેરાતા અંદાજી 130થી 140 કરોડની આવકનો અંદાજ છે.
મ્યુનિ.કમિશનર એમ. થેન્નારસને વધુમાં જણાવ્યુ હતું કે રહેણાક મિલકત દરમાં રૂપિયા 16 હતા. જે હવે વર્ષ 2023-24ના નાણાકિય વર્ષમાં રૂપિયા 23 કરવાની જોગવાઇ કરાઇ છે. તેમજ બીન રહેણાક માટે અત્યાર સુધી રૂપિયા 28 પ્રતિ ચો.મી દર હતો જે હવેથી 37 રૂપિયા પ્રતિ ચો.મી કરાયો છે. સામાન્ય ટેક્ષ કર વેરામાં વધારો થતા એએમસી તિજોરીને મોટો ફાયદો થશે. આર્થિક રીતે એએમસી ભારણ ઓછું થશે. આ સાથે ફુગાવાના દરમાં વધારો તેમજ તેના કારણ CPI અને WPI માં વધારાને ધ્યાને લઇ, પ્રાથમિક સુવિધાઓના ખર્ચે તથા તેના નિભાવ ખર્ચને પહોંચી વળવા જે વર્ષમાં ટોળમાં અન્ય કોઇ વધારો ન થાય તે તમામ વર્ષમાં કાયમી ધોરણે પ્રોપર્ટી ટેક્ષમા લેટીગ રેંટમાં 5 ટકા નો વધારો કરવામાં સૂચવવામા આવે છે, હવે સુધારા વધારા સાથે સ્ટેન્ડિંગ કમિટી બજેટને મંજુરી આપ્યા બાદ બોર્ડમાં રજુ કરાશે.