- શહેરના પૂર્વ ઝોનમાં સૌથી વધુ 25 સાઈટ સીલ કરાઈ
- મનપાની કાર્યવાહીને પગલે બિલ્ડર્સ લોબીમાં ફફડાટ
અમદાવાદઃ ગુજરાતમાં પ્રદુષણને અટકાવવા માટે સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે, દરમિયાન અમદાવાદ શહેરમાં પર્યાવરણ મામલે બાંધકામ એકમો સામે કાર્યવાહી શરૂ કરી છે. દરમિયાન પર્યાવરણને નુકસાન થતુ અટકાવવા તમામ 48 વોર્ડમાં ચાલતી બાંધકામ સાઈટના ડેવલપરને ગ્રીન નેટ લગાવવા સુચના આપવા છતા કાર્યવાહી નહીં કરવામાં આવતા 41 જેટલી બાંધકામ સાઈટને સીલ મારવામાં આવી હતી. મનપાની કાર્યવાહીને પગલે અન્ય બિલ્ડરોમાં ફફડા ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં ચાલતી બાંધકામ સાઈડ ઉપર કામગીરી વખતે ધુળ અને રજકણો વગેરેથી પર્યાવરણને નુકસાન થતું હોવાથી મનપા તંત્ર દ્વારા તમામ બાંધકામ સાઈટને સ્થળ પર ફરિયાજત ગ્રીનનેટ લગાવવા સહિત કેટલાક નિર્દેશ આપવામાં આવ્યા હતા. બાંધકામ સાઈટ સંચાલકોએ ગ્રીનનેટ ઉપરાંત બેરીકેટ અને સેફ્ટી નેટ નહીં લગાવવા મામલે મનપા તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. મનપાએ પૂર્વ ઝોનમાં સૌથી વધારે 25 બાંધકામ સાઈટને સીલ કરવામાં આવી હતી.
મનપા તંત્ર દ્વારા પૂર્વ ઝોન ઉપરાંત દક્ષિણ ઝોનમાં 6 બાંધકામ સાઈટને સીલ કરાઈ હતી. આ ઉપરાંત પૂર્વ અને દક્ષિણઝોન ઉપરાંત ઉત્તર-પશ્ચિમ, પશ્ચિમ અને ઉત્તરઝોન દરેક ઝોનની ત્રણ-ત્રણ સાઈટ સીલ કરાઈ હતી. મનપા દ્વારા આગામી દિવસોમાં શહેરના વિવિધ વિસ્તારમાં બાંધકામ સાઈડ ઉપર તપાસ કરવામાં આવશે. જો ગ્રીનનેટ સહિતની સુચનાઓનું પાલન નહીં કરનાર બાંધકામ સાઈટ સામે કાર્યવાહી કરાશે.