Site icon Revoi.in

અમદાવાદ:BRTS અને AMTSના મુસાફરો માટે રાહતના સમાચાર

Social Share

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા AMTS અને BRTS ની સુવિધાઓમાં સમયે સમયે સારી સવલતો પુરી પાડવામાં આવી રહી છે,ઓફિસ અને સવાર સવારમાં પોતાના કામ પર જતાં અમદાવાદીઓ ખાસ કરીને બસનો ઉપયોગ કરે છે,આવતાં જતા પણ હવે બસની સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે,બસની ટીકીટની સાથે સાથે તેમાં પાસની સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે.

અમદાવાદમાં AMTS બસમાં અંદાજે ત્રણ લાખ પ્રવાસીઓ મુસાફરી કરે છે.ત્યારે શહેરમાં BRTS અને AMTSમાં મુસાફરી કરતા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.BRTS અને AMTSના ભાડું યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેને ભાડું નહીં વધારવાનો નિર્ણય કર્યો છે.તેમણે કહ્યું કે,હાલ પુરતા BRTS અને AMTSના ભાડામાં કોઇ વધારો કરવામાં નહીં આવે જે ભાડુ ચાલે છે તે જ રહેશે.

તો બીજી તરફ આજે AMTS દ્વારા તમામ બસોમાં કેશલેસ ટિકીટીંગ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં હવે પ્રવાસીઓ મોબાઇલમાં paytm મારફતે ટિકિટ બુક કરાવી શકશે. જે પ્રવાસે પહેલી વખત paytmથી ટિકિટ બુક કરશે તેને પહેલીવાર ફ્રી મુસાફરીનો લાભ મળશે એટલે કે તેમના ખાતામાંથી ટિકિટના પૈસા નહીં કપાય.

મહત્વનું છે કે AMTS દ્વારા નવી 10 CNG બસોનું લોકાર્પણ કાર્યક્રમમાં આ નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. હાલમાં 150થી વધુ CNG અને ઇલેક્ટ્રિક બસો અમદાવાદ શહેરમાં દોડી રહી છે.