ગાંધીનગરઃ ભારતીય માનક બ્યુરો (BIS) અમદાવાદ દ્વારા નવા ઘડવામાં આવેલા “જીઓ-ટેક્ષટાઈલ સંબંધિત માનકો” પર “માનક મંથન”નું આયોજન કર્યું હતું. શૈક્ષણિક સંસ્થાઓ, પ્રયોગશાળાઓ (અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન અને CIPET), ઉત્પાદકો જેવા વિવિધ ક્ષેત્રોના 30 થી વધુ સહભાગીઓએ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો અને મૂલ્યવાન પ્રતિસાદ/સૂચનો આપી હતી. માનક મંથન એ નવા ઘડવામાં આવેલા ભારતીય માનકો અથવા વ્યાપક પરિભ્રમણ હેઠળના માનકો પર ચર્ચા કરવા માટે, દર મહિને BIS દ્વારા આયોજિત કરવામાં આવતો એક કાર્યક્રમ છે.
ભારતીય માનક બ્યુરો (BIS) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણનો અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે.
જીઓ-ટેક્ષટાઇલ પરના ઘણા માનકોને 10 એપ્રિલ 2023 ના રોજ કાપડ મંત્રાલય દ્વારા જીઓ ટેક્સટાઈલ (ગુણવત્તા નિયંત્રણ) ઓર્ડર, 2022 દ્વારા BISના ફરજિયાત પ્રમાણપત્ર હેઠળ લાવવામાં આવ્યા છે. BIS એ QCO માટે અમલમાં લાવવા માટે અને અમલીકરણ સત્તા બંને છે. આ ઉપરાંત ઉત્પાદકોને તાજેતરના QCOs વિશે પણ જાગૃત કરવામાં આવ્યા હતા, જેમાં લગભગ 50 થી વધુ ભારતીય માનકો છે, જેને આરોગ્ય, સલામતી અને અન્ય પર્યાવરણીય પરિબળો ને ધ્યાનમાં રાખીને BIS ની સલાહ લીધા પછી ભારત સરકાર દ્વારા ફરજિયાત પ્રમાણીકરણ હેઠળ લાવવામાં આવ્યા છે.