અમદાવાદઃ શહેરના ગુજરાત યુનિવર્સિટી સંકુલમાં આવેલા હોલમાં બુધવારે સવારે ‘સ્વાધીનતા સે સ્વતંત્રતા કી ઔર બહુ આયામી વિમર્શ’ વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગ્રે આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતજી, રામજન્મભૂમિ ન્યાસના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગારીજી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
ભારતીય વિચાર મંચ દ્વારા “સ્વાધીનતા સે સ્વતંત્રતા કી ઔર બહુ આયામી વિમર્શ” વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન તા. 14મી સપ્ટેમ્બરને બુધવારના રોજ કરાયું છે. આ સેમિનારમાં ભાગ લેવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનરાવ ભાગવત કર્ણાવતીમાં એક દિવસ માટે આવી રહ્યા છે. આ એક દિવસીય સેમિનારમાં રામજન્મભૂમિ ન્યાસના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગીરીજી, સાંસદ અને પ્રસિદ્ધ વિચારક સુધાંશુ ત્રિવેદી, વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારીના અધ્યક્ષ સુશ્રી નિવેદીતા ભીડે તથા પુનરૂથાન વિદ્યાપીઠના કુલાધિપતી સુશ્રી ઈન્દુમતી કાટદરે પોતાના વિચારો વ્યક્ત કરશે. આ સમિનાર બુધવારે સવારે 10 વાગે ગુજરાત યુનિવર્સિટીના હોલમાં યોજાશે.