અમદાવાદ:SVP હોસ્પિટલમાં જેટલા કોરોના સંક્રમિત દર્દી દાખલ,તેમાંથી 70 ટકા 50થી વધારે વયના: રિપોર્ટ
- SVP હોસ્પિટલમાં કોરોના સંક્રમિત લોકો
- 70 ટકા લોકો 50થી વધારે ઉંમરના
- શહેરમાં વધી રહ્યા છે કોરોનાના કેસ
અમદાવાદ: રાજ્યના દરેક શહેરમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે તેને લઈને સરકાર દ્વારા તમામ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે. આવામાં મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળે છે કે,ગુજરાતના અમદાવાદમાં આવેલી એસવીપી હોસ્પિટલમાં જેટલા પણ કોરોનાવાયરસના કેસ છે તેમાંથી 70 ટકા કેસ લોકો 50 કરતા વધારે ઉંમરના છે. તે લોકોની સંખ્યા અન્ય લોકોની સંખ્યા કરતા વધારે છે.
સામાન્ય રીતે મિડલ એજ અને મોટી ઉંમરની વ્યક્તિને કોરોનાનો ચેપ લાગવાની શક્યતા વધારે હોવાનું તારણ છે. વળી, એમાંય જો દર્દીની કો-મોર્બિડ કંડિશન હોય એટલે કે હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ, ક્રોનિક લંગ-લિવર કે કિડની ડિસીઝ, ટ્રાન્સપ્લાન્ટ રેસિપિયન્ટ અથવા કેન્સરની જુદી જુદી સારવાર ચાલતી હોય એવા દર્દીઓ કોરોના સંક્રમણ માટે સોફ્ટ ટાર્ગેટ ગણી શકાય છે.
આ ઉપરાંત જો વાત કરવામાં આવે અન્ય હોસ્પિટલની તો સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં અનુક્રમે 51 અને 13 દર્દી દાખલ હતા. આ 64 દર્દી પૈકી 41 દર્દીની ઉંમર 50 વર્ષ કરતાં મોટી હતી, એટલે કે તે દર્દીઓ હાઈ રિસ્ક એજ ગ્રુપમાંથી હતા. ખાનગી હોસ્પિટલોમાં તમામ વયજૂથના મળી 119 દર્દી દાખલ છે. કોરોનાની પહેલી અને બીજી લહેરમાં મૃત્યુનું પ્રમાણ 55 વર્ષ કરતાં મોટી ઉંમરના લોકોમાં જોવા મળ્યું હતું.